________________
23
બે રાજપુત્રોની કથા
so
શૂળીથી ભેગવવા ગ્ય જે કર્મ છે તે શુભ કાર્ય કરવાથી રાજપુત્રની માફક સેયથી નાશ પામે છે.
એક રાજાને બે રાણીઓ હતી. તે બન્નેને એક જ દિવસે પુત્ર રત્નની ઉત્પતિ થઈ એક પુત્રને એક ઘડી પહેલા જન્મ થયે તેથી તે માટે અને બીજે લઘુભાઈ કહેવાય. રાજાએ મોટા મહોત્સવથી તે બન્નેને જન્મ મહોત્સવ ઉજવ્યું. રાજાએ નિમિત્તિમાને બેલાવીને કહ્યું.-આ પુત્રના જન્મ લગ્ન કાઢો અને ફલાદેશ કહે? તે નિમિત્તિઓ લાંબા કાળ સુધી જન્મ કુંડલી તપાસી પહેલા મેટાભાઈનું ફલાદેશ આ પ્રમાણે કહે છે. કે –મટભાઈ એકવીસમાં વર્ષે જન્માષ્ટમીના બીજા દિવસે ત્રીજી ઘડીએ ચક્રવર્તી મહારાજા થશે. આ પ્રમાણે સાંભળીને બધા બહુ ખુશ થયા. રાણી પિતાના કંઠમાંથી રત્નનો હાર કાઢી નિમિત્તિઓને આપે છે, પછી નાનાભાઈના ફલાદેશને કહે છે. નાનોભાઈ એકવીસમાં વર્ષે જન્માષ્ટમીનાં બીજા દિવસે ત્રીજા પ્રહરે શળ ઉપર ચઢશે. આ પ્રમાણે સાંભળીને સર્વને ઘણું દુઃખ થયું. પિતાના પુત્રનું અનિષ્ટ સાંભળી નાની રાણીનું મુખ નિસ્તેજ અને ફિક્કું થયું. રાજા વારંવાર પૂછે છે. પરંતુ રાજતિષિએ કહ્યું, “તેમાં કંઈપણ ફેરફાર