________________
પ્રકાશકીય નિવેદન
ગચ્છાધિપતિ શાંતમૂર્તિ આચાર્ય દેવ શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવતી પ. પૂ. સાધ્વીશ્રી કુસુમ શ્રીજી મહારાજની પાંચસા આય'ખિલની તપશ્ચર્યાની પૂર્ણાહૂતિ નિમિત્તે આ ઉત્તરાધ્યયનસૂત્ર પ્રકાશિત કરતાં ખુબ આનંદ અનુભવીએ છીએ.
ઉત્તરાધ્યયનસૂત્ર આપણા પરમપાવન આગમગ થા પકી સુંદર વૈરાગ્યથી ભરપુર ઉત્તમ આગમ ગ્રંથ છે.
ચાતુર્માસ રહેલ પૂ. મુનિભગવંતા આ ગ્રંથનું ચાતુર્માસ દરમિયાન ઘણી જગ્યાએ વાંચન કરે છે.
આ ગ્રંથમાં કપિલ મુનિ, નમિરાર્ષિ, હરિકેશી મુનિ વિગેરેના દૃષ્ટાન્તા તથા દશદૃષ્ટાન્ત દુલ ભ મનુષ્ય ભવ વિગેરે વિવિધ વિષયાનુ પ્રતિપાદન છે.
આ ગ્રંથ ૫૨મમ ગલરૂપ છે. જે સાધુ સાધ્વીજી ભગવંતા મૂળગ્રંથનું સ્મરણ કરતા હોય કે વાંચતા હોય તેમને આ ગ્રંથ ખુબ ઉપયાગી નીવડશે તેમ આશા રાખીએ છીએ.
પ. પૂ. ગચ્છાધિપતિ આ. દેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવે છે તેમની પ્રેરણા બદલ અમે પૂ. આ. મા માનીએ છીએ.
આભાર
લિ.
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ શ્વે. મૂ. જૈન સંધ દેવકીનંદન સે।સાયટી અમદાવાદ