________________
તપશ્ચર્યા સાથે સ્મરણ કરાતાં આ ગ્રંથનું પ્રકાશન તપસ્વી સાધ્વીજી મ.ની ઈરછાનુસાર શ્રી પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ . મૂ. જૈનસંઘ દેવકીનંદન સેસાયટી અમદાવાદ તરફથી પ્રગટ કરવામાં આવે છે.
આ સમગ્રગ્રંથ મંગલરૂપ છે. અને તે મંગલરૂપ તપની પ્રભાવના અર્થે પ્રકાશિત થતું હોવાથી આરાધક આત્માઓ તેના વાંચન સ્મરણ દ્વારા માંગલિપણાને પામે તે ભાવના.
આ ગ્રંથની ઘણું વિસ્તૃત ટીકા અનુવાદો અને વિવરણે વિવિધ સંસ્થાઓ તરફથી બહાર પડયાં છે. પરંતુ મૂળના સ્મરણદ્વારા ગ્રંથના ભાવને હૃદયમાં સ્થિર કરવા આ ગ્રંથ ઉપયોગી થશે.
સ્થિતપ્રજ્ઞ પ. પૂ. શાંતમૂતિ આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી આ ગ્રંથના મુદ્રણ દરમિયાન ઉત્તરાધ્યયનસૂત્રને અવગાહનને જે લાભ મળે તે બદલ તે પૂજ્યશ્રીને તથા પ્રકાશક સંસ્થાને આભાર માનું છું.
દષ્ટિદોષ, પ્રેતદોષ આદિથી કેઈ ક્ષતિ રહેવા પામી હેય તેની ક્ષમા સાથે વિરમું છું.
તા. ૧-૧૦-૮૪
પંડિત મતલાલ ઝવેરચંદ