SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુરંગીયા ત્રીજા અધ્યયનનો આરંભ આ પ્રસિદ્ધ ગાથાથી થાય છેचत्तारि परमंगाणि दुल्लहाणीह जंतुणो। माणुसत्तंसुइंसद्धा, संजमम्मिअवीरियं॥ ભગવંતે કહ્યું : જીવાત્માને માટે મનુષ્યજન્મ, ધર્મ શ્રવણ, ધર્મશ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ-આ ચાર વાના દુર્લભ છે. જેમને મનુષ્ય જીવન મળ્યું છે તેઓ મનુષ્ય જીવનની દુર્લભતાને સમજતા નથી ! જેમને જિન તત્ત્વોનું શ્રવણ સુલભ છે, તેઓ એની દુર્લભતા સમજતા નથી, જેમને સહજભાવે ધર્મશ્રદ્ધા મળી છે તેમને એની દુર્લભતાની ખબર નથી, અને જેમને સંયમધર્મ મળ્યો છે તેમને એની દુર્લભતાની કદર નથી. આથી એ લોકો પ્રમાદી બનીને મળેલા દુર્લભ તત્ત્વોને ગુમાવી બેસે છે. '. - - - - - - આપણે આ ચાર વાતોની દુર્લભતા સમજવાની છે અને એ વાતોનો સદુપયોગ કરવાનો છે, એની જાળવણી કરવાની છે. વીશ ગાથાના અધ્યનમાં અંતિમ સિદ્ધિનું લક્ષ્ય બતાવીને કર્મક્ષય માટે પુરુષાર્થશીલ બનવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે..
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy