SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ આ અધ્યયનમાં, શ્રમણોએ કેવા કેવા પ્રમાદોનો ત્યાગ કરવો જોઈએ (પ્રમાદસ્થાના અને રાગ-દ્વેષ-મોહને મૂળમાંથી ઉખાડી કાઢવા માટે કેવા કેવા ઉપાયો કરવા જોઈએ એ વિસ્તારથી બતાવ્યું છે. - સૌથી પહેલાં તો બ્રહ્માચર્ય પાલનની બાબતમાં કહેવામાં આવ્યું છે. v કામ ભોગોનું દારૂણ પરિણામ બતાવ્યું છે. .. રાગદ્વેષથી મુક્ત બની સમાધિ પ્રાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે. . ચક્ષુરિન્દ્રિયના દોષોથી બચવું જોઇએ. રૂપના મોહને પ્રમાદ કહ્યો છે. - શ્રવણેન્દ્રિયના દોષો બતાવ્યા છે. શબ્દના રાગદ્વેષથી બચવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ધ્રાણેન્દ્રિયના દોષો બતાવી, સુગંધ-દુર્ગધના રાગદ્વેષથી બચવાનું કહેવામાં આવ્યું છે. i રસનેન્દ્રિયના દોષો બતાવી મધુરાદિ રસોના રાગદ્વેષથી બચવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. સ્પર્શનેન્દ્રિયનો દોષ બતાવી અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શના રાગદ્વેષથી બચવાનું કહ્યું છે. પ મનના અશુભ ભાવોથી મુક્ત થવાની વિસ્તારપૂર્વક પ્રેરણા આપવામાં આવી છે. આ રીતે ૧૧૧ શ્લોકોમાં વિષય-કષાય રૂપ પ્રમાદના વિવિધ સ્થાનોથી સાધુ-સાધ્વીને દૂર રહેવાનો ઉપદેશ કરાયો છે.
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy