SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ બાહ્મણકુલમાં જન્મેલા, ઇન્દ્રિયવિજેતા ‘જયઘોષ' નામના મહામુનિ વિહાર કરતા કરતા વારાણસીના બાહ્ય ઉધાનમાં પધારે છે. એ વખતે વારાણસી નગરીમાં 'વિજયઘોષ' નામનો વિદ્વાન બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે. જયઘોષ મુનિએ માસક્ષમણ કરેલું છે. પારણાના દિવસે તેઓ યજ્ઞમંડપના દ્વાર પાસે આવી ઊભા છે. વિજયઘોષ એમને ભિક્ષા આપતો નથી. ૫ યજ્ઞીય પછી જયઘોષ મુનિ જ વિજયઘોષ બ્રાહ્મણને આ પાંચ વાતો સમજાવે છે. એને બ્રાહ્મણનું' સ્વરૂપ સમજાવે છે. ગાથા ૧૬ થી ૨૮ સુધી ખૂબ જ રોચક શૈલીમાં બ્રાહ્મણનું સ્વરૂપ સમજાવેલું છે. શ્રમણ, બ્રાહ્મણ, મુનિ અને તાપસ કોને કહેવાય એ પણ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું છે. વિજયઘોષને જ્ઞાન થાય છે. એ જયઘોષ મુનિની સ્તુતિ કરે છે, વિજયઘોષ જૈન દીક્ષા ગ્રહણ કરે છે. સંયમ અને તપથી બધા કર્મોનો નાશ કરી, શ્રી જયઘોષ મુનિ અને વિજયઘોષ મુનિ સિદ્ધિગતિને પામે છે. આ અધ્યયનમાં ૪૪ ગાથાઓ છે.
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy