SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કાંપિલ્યપુરનો રસજા સંજય ૧૮ શિકાર કરવા વનમાં ગયો છે, ત્યાં સંજય એને “ગર્દભાલિ, નામના જ્ઞાની મહાત્માનો પરિચય થાય છે. એ મુનિરાજના ઉપદેશથી સંજય રાજા વૈરાગી બને છે અને દીક્ષા લે છે. મુનિરાજનો ઉપદેશ ખૂબ હૃદયસ્પર્શી છે. સંજય રાજર્ષિને બીજા એક જાતિસ્મરણ જ્ઞાનવાળા રાજર્ષિનો સંપર્ક થાય છે. એ બંને વચ્ચે તાત્વિક વાર્તાલાપ થાય છે. એ વાર્તાલાપ ખૂબ જ મનનીય છે. અધ્યયનની ચોત્રીશમી ગાથામાં વિશાલ સામ્રાજ્યનો ત્યાગ કરી સંયમધર્મ અપનાવનારા મહાપુરુષોના નામ આપેલા છે. ચક્રવર્તીના નામઃ ભરત, સગર, મધવ, સનકુમાર, | શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપદ્મ, હરિષેણ અને જય. તે પછી, રાજા દશાર્ણભદ્ર, રાજા નમિ, રાજા કરકંડું, રાજા હિમુખ અને રાજા નગગતિ જેમણે પોતાના સામ્રાજ્યોનો ત્યાગ કરી સંયમધર્મનો સ્વીકાર કર્યો હતો, તેમના નામ આવે છે. એ પછી, સૌવીર દેશનો રાજા ઉદયન, કાશી દેશનો રાજા નંદન, રાજા વિજય, રાજા મહાબલ વગેરેના નામ છે. આ અધ્યયની ચોપન ગાથાઓ છે
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy