________________
પહેલું અધ્યયન “વિનયશ્રુત'
નામનું છે-અધ્યયનના પ્રારંભમાં જ વિનયચુત ભગવંત આજ્ઞા કરે છે
- “સંયોગોગોથી સર્વથા મુક્ત એવા અણગાર ભિક્ષુનો વિનયધર્મ હું ક્રમશઃ પ્રગટ કરશ-તે તમે સાંભળજો !” - સાધુ અને સાધ્વી, ચતુર્વિધ સંઘમાં પ્રમુખ સ્થાને રહે છે. એટલે એમને જ લક્ષમાં રાખીને ભગવંતે દેશનાનો પ્રારંભ કર્યો છે. સંઘનો આધાર શ્રમણ-શ્રમણી છે અને મોક્ષમાર્ગની આરાધનાનું મૂળ “વિનયધર્મ છે એ વાત એમને બતાવવામાં આવી છે. “વિણયમૂલો ધમો' ધર્મનું મૂળ વિનય છે. આ વાત દરેક મુમુક્ષુએ યાદ રાખવાની છે - વિનય શાનો કરવો ? વિનય કેવી રીતે કરવો ? વિનયનું ફળ શું છે ? વગેરે વાતો ૪૮ ગાથાઓમાં દર્શાવેલ છે.
વિનય તો સાધુજીવનનો પ્રાણ છે. વિનય છે તો સાધુતા છે, વિનય નથી તો સાધુતા નથી. વિનય છે. તો જ્ઞાનપ્રાતિ છે, વિનય નથી તો જ્ઞાનપ્રાપ્તિ નથી. સંજોગા વિપમુક્કલ્સ,
અણગારસ્સ ભિખુણો; વિણય પાઉકરિશ્તામિ,
આણુપુવિ સુહ મે