________________
સૂ૦ ૩ ].
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् प्राप्तानिवर्तिकरणस्तत्त्वार्थश्रद्धानलक्षणं सम्यग्दर्शनमासादयति, कश्चिद् ग्रन्थिस्थानादधो निवर्तते, कश्चित् तत्रैवावतिष्ठते, न परतो नाधः प्रसर्पतीति । अत्र चोपदेष्टारमन्तरेण यत् सम्यक्त्वं तन्नैसर्गिकमाचक्षते प्रवचनवृद्धाः ।
एतमेव च विप्रकीर्णमर्थमाख्यातवान् तानि तानीत्यादिना भाष्यग्रन्थेनोत्पद्यत इत्येवमन्तेन। अनादिमिथ्यादृष्टेरपि । नास्यादिरस्तीति अनादिः । अनादिमिथ्यादृष्टिरस्येत्यनादिमिथ्यादृष्टिः
૩. અનિવર્તિ-કરણ = અપૂર્વકરણ દ્વારા ગ્રંથિનો ભેદ કર્યા પછી જે વિશુદ્ધ-શુભ પરિણામો સમ્યગુદર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પાછા ન પડે, નિવૃત્ત ન થાય, અર્થાત્ સમ્યગ્રદર્શનને પ્રાપ્ત કરાવીને જ રહે, તે અનિવર્તિરૂપ કરણ = પરિણામ = “અનિવર્તિકરણ” કહેવાય. (વિશેષાવશ્યક ભાષ્ય ગા.૧૨૦૨, પૃ.૪૫૮ ઉપર આ પ્રમાણે વ્યુત્પત્તિ કરી છે. નિવર્તિનશીલં નિત્ત, ન નિર્વાનિવર્તિ, નિવર્તિ તત્ રVi, નિવૃત્તિરમ્ નિવત્ત શબ્દમાં વ્યાકરણના નિયમથી ત વિકલ્પ બેવડાય છે. માટે “અનિવર્તિ પ્રયોગ પણ સાચો છે એમ જાણવું.
પ્રેમપ્રભાઃ આમ ગ્રંથિસ્થાને આવેલાં જીવો ત્રણ પ્રકારના હોય છે. (i) કોઈ જીવ પૂર્વે કહ્યા મુજબ પ્રથમ “યથાપ્રવૃત્તકરણ” વડે ગ્રંથિ-પ્રદેશ પાસે આવ્યા બાદ બીજા અપૂર્વકરણ વડે ગ્રંથિનો ભેદ કરીને પછી ત્રીજા અનિવર્તિકરણને પ્રાપ્ત કરીને સમ્યક્તને પામે છે. (i) તો બીજો કોઈ (ઓછા સત્ત્વવાળો) જીવ પ્રથમ યથાપ્રવૃત્તકરણ વડે ગ્રંથિ-સ્થાને આવ્યા બાદ ત્યાંથી જ પાછો ફરે છે, નિવૃત્ત થાય છે. (iii) વળી કોઈ જીવ ત્યાં જ ગ્રંથિ પ્રદેશ આગળ સ્થિર રહે છે... આગળ પણ જતો નથી અને પાછો પણ પડતો નથી. (ટૂંકમાં આ બે પ્રકારના જીવનું સત્ત્વ અને પરિણામની વિશુદ્ધિ ઓછી પડતાં ગ્રંથિભેદ કરી શકતા નથી...)
આમાં ઉપદેશક (ગુરુ વગેરે) વિના જે સમ્યક્ત પ્રાપ્ત થાય, તેને પ્રવચનને વિષે વૃદ્ધ પુરુષો નૈસર્ગિક સમ્યગુદર્શન (સમ્યક્ત) કહે છે. આટલાં જ અર્થને ભાષ્યમાં ‘તાનિ તાનિ' = તે તે અધ્યવસાયરૂપી પરિણામોને પામતો જીવ-ઇત્યાદિથી માંડીને ઉત્પત્તિ - “ઉત્પન્ન થાય છે' સુધીના છૂટા છૂટા અર્થો વડે કહેલ છે. અર્થાત્ તે તે પદો દ્વારા કયો જીવ કઈ અવસ્થાઓમાંથી પસાર થઈને અંતે કેવી અવસ્થાઓ પ્રાપ્ત થતાં “સમકિતને પામે છે', એ જ વાતને જણાવેલી
છે.....
હવે એ જ વિષયમાં આગળ વધતાં ભાષ્યમાં કહે છે, અનલિમિથ્યાવૃષ્ટપિ સતિઃ | ઉત્તરોત્તર વિશુદ્ધ અધ્યવસાયોને પામતો “અનાદિ મિથ્યાષ્ટિવાળો એવો પણ જીવ’.. (પરિણામ વિશેષથી અપૂર્વકરણાદિ દ્વારા સમ્યક્તને પામે છે.. એમ સંબંધ છે.) આમાં
અનાદિ એટલે જેની કોઈ આદિ (શરૂઆત) ન હોય તે “અનાદિ કહેવાય. આવી અનાદિ ૨. સર્વપ્રતિષ | નિવૃત્તિમુ. | ૨. પૂ. I H૦ મુ. |