SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ७५ સૂ૦ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् रागद्वेषस्नेहलेशावलीढसकलात्मप्रदेशो भवति तदा येष्वेवाकाशदेशेषु अवगाढस्तेष्वेवावस्थितान् कार्मणविग्रहयोग्याननेकरूपान् पुद्गलान् स्कन्धीभूतानाहारवदात्मनि परिणमयति सम्बन्धयतीति ततस्तानध्यवसायविशेषाज्ज्ञानादीनां गुणानामावरणतया विभजते हंसः क्षीरोदके यथा । यथा वा आहारकाले परिणतिविशेषक्रमवशादाहर्ता रसखलतया परिणतिमानयत्यनाभोगवीर्यसामर्थ्यात्, एवमिहाप्यध्यवसायविशेषात् किञ्चिद् ज्ञानावरणीयतया, किञ्चिद् दर्शनाच्छादकत्वेन, अपरं પુણ્ય-પાપકર્મના ફળનો અનુભવ કરે છે અને તે રીતે અનુભવ કરતાં જીવને... (આગળ કહેવાતી પ્રક્રિયાથી અપૂર્વકરણ અને (પૂર્વોક્ત) અનિવર્તિકરણની પ્રાપ્તિ થાય છે અને તે દ્વારા સમ્યગદર્શનની ઉત્પત્તિ/પ્રાપ્તિ થાય છે... એમ સંબંધ કરાશે. એમ ખ્યાલમાં રાખવું.) હવે બંધ વગેરેથી વ્યાખ્યા કરે છે. (૧) બંધ : આત્મા જયારે રાગ-દ્વેષ રૂપી જે સ્નેહ-ચીકાશ છે, તેના અંશથી પણ લેપાયેલા(અવલીઢ) પોતાના સર્વ આત્મ-પ્રદેશોવાળો હોય છે, ત્યારે તે જે આકાશ પ્રદેશોમાં અવગાઢ હોય છે અર્થાત્ અવગાહીને વ્યાપીને રહેલો હોય છે, ત્યારે તે આકાશ-પ્રદેશોમાં રહેલાં (અવસ્થિત) કાર્મણ (= કર્મની વર્ગણાઓ વડે બનેલાં) શરીરને યોગ્ય અનેક પ્રકારના સ્કંધ રૂપે બનેલાં જે પુદ્ગલો છે, અર્થાત્ કર્મરૂપે બંધાવાને યોગ્ય વર્ગણા રૂપ = જથ્થા રૂપ જડ-પુદ્ગલ દ્રવ્ય છે.) તેને “આહારની જેમ આત્મામાં પરિણમાવે છે અર્થાત્ આત્મા તે પુગલોને પોતાની સાથે સંબંધિત કરે છે, એકમેક કરે છે, તેને બંધ' કહેવાય છે. અર્થાત જીવ જેમ આહારના પુદ્ગલોનું ગ્રહણ કરીને તેને શરીરમાં સાત ધાતુ રૂપે પરિણાવે છે, એકમેક કરે છે, તેમ આત્મા કર્મ વર્ગણાના પુદ્ગલોને પોતાના આત્મપ્રદેશો સાથે ક્ષીરનીરની જેમ એકમેક કરે છે, તેને બંધ કહેવાય છે. (આ કર્મનો ‘બંધ થતી વખતે ચાર વસ્તુ નક્કી થતી હોવાથી બંધના ચાર પ્રકાર થાય છે. (૧) પ્રકૃતિ-બંધ (૨) સ્થિતિ-બંધ (૩) રસ-બંધ અને (૪) પ્રદેશ-બંધ. તેમાં પ્રથમ પ્રકૃતિ બંધનું સ્વરૂપ જણાવતાં ટીકામાં કહે છે-). (૧) પ્રકૃતિ-બંધઃ કર્મ સાથે સંબંધ (સામાન્યથી બંધ) થયા પછી આત્મા અધ્યવસાયવિશેષથી, એટલે કે વિશેષ્ટ પરિણામ (ભાવો) દ્વારા તે સંબંધિત થયેલાં, બંધાયેલાં કર્મોની જ્ઞાન આદિ ગુણોના આવરણ તરીકે વહેંચણી કરે છે, વિભાગ કરે છે. દા.ત. (i) જેમ હંસ દૂધનો ક્ષીર અને નીર (દૂધ અને પાણી) એમ વિભાગ કરે છે અથવા (i) આહાર કાળે આહાર કરનારી વ્યક્તિ જેમ અમુક સમય બાદ વિશેષ પરિણતિના (પાચન આદિના) ક્રમથી આહારને પોતાના અનાભોગ-વીર્યના (અર્થાત્ જીવ પ્રયત્ન વિના જ સહજ સ્વભાવથી ૨. પરિવુ . પરિણામ મુ. ૨. વિવુ નૈ ! યતીતિ સ્વાભાઇ અધ: મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy