SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ तत्त्वार्थाधिगमसूत्रम् [મ૦ ૨ देवनारकसत्त्वोत्पादने चाकस्मिकः पक्षपातो द्वेषिता चेति । एवं कार्यकारणसम्बन्धः समवायपरिणामनिमित्तनिर्वर्तकादिरूपः सिद्धिविनिश्चय-सृष्टिपरीक्षातो योजनीयो विशेषार्थिना दूषणद्वारेणेति । कर्मत इति पञ्चमी, ज्ञानावरणीयादिकाष्टविधादुदयप्राप्तात् क्रोधाद्याकारपरिणामहेतुकात् હોય તો તેઓની સૃષ્ટિના સર્જનની શક્તિ પણ શી રીતે મનાય? કેમ કે જો તેમને ક્રીડા-રમત કરવાની ઇચ્છા થતી હોય તો તેઓ (પ્રાકૃતતા) સામાન્ય-પ્રજા તુલ્ય જ ગણાય, તેથી વિશેષ ન ગણાય. વળી જગતના સર્જનમાં પણ વૈવિધ્ય છે. સુખી જીવો અને દુઃખી જીવો, દેવના જીવો તથા નારકના જીવોની ઉત્પત્તિ કરવામાં તો આકસ્મિક એટલે કે કોઈપણ કારણ વિના અમુકનો પક્ષપાત અને બીજાનો દ્વેષ કરનાર માનવા પડશે. ચંદ્રપ્રભા : વળી જીવોને સુખી અથવા દુઃખી, રૂપવાન અથવા વિરૂપી, બુદ્ધિમાન અથવા મંદબુદ્ધિ વગેરે જુદા જુદા રૂપે સર્જન કરવામાં તે તે જીવોના કર્મ પ્રમાણે જ ઇશ્વર સર્જન કરે છે. આથી પક્ષપાત એટલે કે રાગ અને દ્વેષ કરવાનો સવાલ આવતો નથી, એમ કહેશો, તો પણ બરાબર નથી. કારણ કે ઇશ્વરને પણ સુખી-દુઃખી વગેરે ભિન્ન ભિન્ન પ્રકારે સર્જન કરવામાં કર્મને પરાધીન રહેવું પડે છે. તેથી કર્મ જ બળવાન હોવાથી જીવોનું પોતપોતાનું કર્મ જ સર્જન કરે છે. ઇશ્વરને વચ્ચે લાવવાની જરૂરત રહેતી નથી. કારણ કે તેમ માનવામાં બીજા વિસંવાદો આવે છે. આ પ્રમાણે આ વિષયમાં વિશેષ જિજ્ઞાસુઓએ સમવાય-નિમિત્ત-નિર્વર્તક આદિ રૂપ કાર્ય-કારણ સંબંધ *સિદ્ધિ-વિનિશ્ચય સૃષ્ટિ-પરીક્ષા નામના ગ્રંથોથી દૂષણનું ઉદ્દભાવન દ્વારા યોજવો જોઈએ. પ્રેમપ્રભા : વર્મતઃ ભાષ્યના આ પદમાં પંચમી અર્થમાં તલ્ પ્રત્યય થયો છે. આમ કર્મથી” એટલે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મો જ્યારે ઉદયમાં આવેલાં હોવાથી તે કર્મના ઉદય જીવને ક્રોધ વગેરે સ્વરૂપ પરિણામનું (ભાવોનું અધ્યવસાયોનું) કારણ બને છે અને તેથી બીજા નવા જ્ઞાનાવરણાદિ કર્મોનો ઉપચય = સંગ્રહ = બંધ થાય છે. આવા ૨. પારિપુ ! નાવરણાવિ૦ મુ. | * વર્તમાનમાં શ્રી ભટ્ટાકલંકદેવ-પ્રણીત સિદ્ધિ-વિનિશ્ચય ગ્રંથ અને તેના ઉપર શ્રી અનંતવીર્વાચાર્ય રચિત ટીકા ઉપલબ્ધ થાય છે ખરી. આમાં કુલ ૧૨ સિદ્ધિનો વિનિશ્ચય કરેલો છે. જેનાં ૭માં શાસ્ત્ર-સિદ્ધિવિનિ૦માં ઇશ્વરકર્તુત્વનું નિરસન કરેલું છે. જો કે આમાં સૃષ્ટિ-પરિક્ષા નામનું કોઈ અવાંતર પ્રકરણ નથી. આ. શિવસ્વામીકૃત પ્રાચીન સિદ્ધિવિનિશ્ચયનો ઉલ્લેખ પણ શાકટાયને સ્ત્રી-નિર્વાણ પ્રકરણમાં કરેલો છે. અહીં તેનો નિર્દેશ હોવો વધુ સંભવે છે.
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy