________________
६२
तत्त्वार्थाधिगमसूत्रम्
[અo
सूत्रेण तथा सति किमेवं पुरस्ताद् व्यपादेशि भवता तदेतत् सम्यग्दर्शनं द्विविधमिति ? एवं तु वाच्यमासीत्-तस्य सम्यग्दर्शनस्य द्वौ हेतू इति, तावेव सूत्रप्रतिपाद्यौ हेतू प्रदर्शनीयौ, न पुनः सूत्रेणानभिसमीक्षितं द्विविधत्वमित्येवं पर्यनुयुक्त' आह-द्विहेतुकं द्विविधमिति । द्वौ निसर्गाधिगमाख्यौ प्रत्येकं असमासकरणज्ञापितौ हेतू यस्य तद् द्विहेतुकम् । द्विविधमिति मया व्यपदिष्टम् । एतत् कथयति कारणद्वैरूप्यात् कार्यद्वित्वं न पुनर्मुख्यभेदप्रतिपादनं प्रेप्सितं, इह तु सूत्रे-निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानत इति (१-७) विधानग्रहणात्
છે. ટૂંકમાં ‘નિસર્ગ’ રૂપ કારણથી ઉત્પન્ન થયેલ રુચિ તે નિસર્ગના કાર્ય સ્વરૂપ હોવાથી ‘નિસર્ગ’ કહેવાય અને ‘અધિગમ' રૂપ કારણથી ઉત્પન્ન થયેલ રુચિ એ અધિગમના કાર્યરૂપ હોવાથી ‘અધિગમ’ તરીકે વ્યવહાર કરાય છે.
આ પ્રમાણે કાર્ય-કારણભાવ દર્શાવાયે છતે શિષ્યાદિ અન્ય વ્યક્તિ શંકા કરે છે
શંકા : જો પ્રસ્તુત સૂત્રથી મુખ્ય રીતિએ હેતુનું કથન કરાય છે, તો આપે પૂર્વે ભાષ્યમાં એવું શા માટે કહ્યું કે, ‘આ સમ્યગ્દર્શન’ બે પ્રકારનું છે ? આને ઠેકાણે એમ કહેવું જોઈતુ હતું કે, ‘આ સમ્યગ્દર્શન બે હેતુઓ છે' અર્થાત્ આ બે હેતુ જ સૂત્રથી પ્રતિપાઘ = કહેવા યોગ્ય પદાર્થ હોયને તે જ આપે બતાવવા યોગ્ય છે, પણ સૂત્રમાં જેની વિચારણા કે ઉલ્લેખ કરાયો નથી, તે સમ્યગ્દર્શન બે પ્રકારો જણાવવા ઉચિત નથી. આવી શંકાનું સમાધાન આપતાં ભાષ્યમાં કહે છે કે,
=
સમાધાન : આ સમ્યગ્દર્શન બે હેતુવાળું અર્થાત્ બે હેતુથી ઉત્પન્ન થનારૂં હોવાથી દ્વિવિધ બે પ્રકારે છે... (i) નિસર્ગ અને (ii) અધિગમ નામના બે હેતુઓ કહેલાં છે અને તે બેનો સૂત્રમાં સમાસ કરવામાં લાઘવ (અલ્પ-અક્ષરો) થવા છતાં ય તેમ ન કરીને જુદાં/વ્યસ્ત કહેલાં છે, તેનાથી જ્ઞાપન કરેલું છે કે, તે બે (નિસર્ગાદિ) પ્રત્યેક સમ્યગ્દર્શનના હેતુ છે. આમ તે બે પ્રત્યેક જેના હેતુ છે, તે સમ્યગ્દર્શન પણ બે હેતુવાળું (દ્વિહેતુક) હોયને બે પ્રકારનું અમારા વડે કહેવાયું છે... (એમ ભાષ્યકારનો અભિપ્રાય છે, તેને જ વધુ સ્પષ્ટ કરતાં ટીકામાં કહે છે.)
ભાષ્યકારના કહેવાનું તાત્પર્ય આ છે કે, નિસર્ગાદિ કારણો બે પ્રકારના હોવાથી તેનાથી થતાં કાર્યો પણ બે પ્રકારના કહેલાં છે. અર્થાત્ કાર્ય રૂપ સમ્યગ્દર્શનના પણ બે ભેદો કહેલાં છે. પરંતુ મુખ્ય રીતે કાર્યના બે ભેદો કહેવાનો આશય નથી. મુખ્ય રીતે તો કારણના જ ભેદો જણાવવાનો અભિપ્રાય છે, ઇષ્ટ છે... આ જ પ્રથમ અધ્યાયમાં આગળ કહેવાતાં
૩. પૂ. | યુર્ણઃ સ્માહ મુ.