SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ५७ સૂર્] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् થનારા હોય, એવા પ્રશમ આદિ અહીં કહેલાં છે એમ જાણવું... તથા જિનેશ્વર દેવના સિદ્ધાંતનો સ્વમતિથી કલ્પિત અર્થ ઉપજાવીને દુષ્કર આચરણ કરવા છતાં ય કદાગ્રહી હોવાથી જેઓ જિનવચન ઉપર રાગ બહુમાનવાળા ન હોવાથી મોહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે, તેઓના પણ પ્રશમ વગેરે ગુણો દબાયેલ જ્વર જેવા હોય છે. તેઓના પ્રશમ વગેરેનો પણ ‘મુનીન્દ્ર-પ્રવચન-અનુસારે' એમ ટીકામાં કહેલું હોવાથી નિષેધ થઈ જાય છે. જિનોક્ત વચનને અનુસરનાર ન હોય એવા પ્રશમ વગેરે મોહગર્ભિત વૈરાગ્યવાળાના મિથ્યાર્દષ્ટિ આદિના ચિહ્ન/લક્ષણ કહી શકાય - એવા તાત્પર્યવાળો શ્લોક ઉપા.શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસાર'માં વૈરાગ્ય ભેદાધિકારમાં જણાવતાં કહ્યું છે કે, अमीषां प्रशमोऽप्युच्चैर्दोषपोषाय केवलम् । अन्तर्निलीन - विषम ज्वरानुद्भवसन्निभः ॥१॥ [અધ્યાત્મસાર અધિ.૬/૧૧] શ્લોકાર્થ : આજ્ઞા-રુચિ રહિત મોહગર્ભિત વૈરાગ્યવાળાનો પ્રશમ ગુણ પણ દોષના જ પોષણ માટે થાય છે. કારણ કે તે (માયાદિના સંસ્પર્શવાળા હોવાથી) અંદ૨માં દબાયેલા વિષમ-જ્વરના અનુભવ-અપ્રાદુર્ભાવ (અનુત્પત્તિ) જેવો હોય છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે, તત્ત્વાર્થની શ્રદ્ધા રૂપ સમ્યગ્દર્શનવાળા જીવોને પણ જિનવચન તેમજ દેવાદિ તત્ત્વો ઉપર ખૂબ વિશિષ્ટ રાગ હોવાથી તેઓનો અપલાપ કરનાર અથવા અહિત કરનારા ઉપર કષાય પણ હોવો સંભવે છે, પણ તે જિનશાસનના અનુરાગમાંથી પૈદા થયેલો હોવાથી (સ્વશાસનનાં રાગમાંથી થયેલો ન જ હોવો જોઈએ.) પ્રશસ્ત ગણાય છે. અને પ્રશમ આદિમાં બાધક બનતો નથી... (જુઓ, ‘વીતરાગસ્તોત્ર પ્રકાશ-૧પના શ્લોકો...) એવા જીવો સરળ હોય છે, કદાગ્રહી હોતા નથી માટે, તુરત જ તે કષાય આદિને નિયંત્રિત કરનારા હોય છે, કેમ કે, તે જિનવચનના રાગથી ઉત્પન્ન થયેલો છે... આથી જ જિનવચનમાં જ કષાયોની ભયાનકતા અને દુરન્તતા, સંકલેશ અને વૈરજનકતા પણ કહેલી છે, તે તેઓના ખ્યાલમાં હોય છે, માટે જ ન છૂટકે જ કરાતો અને જિનવચનના અનુરાગ પૂર્વકનો હોવાથી પહેલાં તો કરાતો જ નથી, છતાં ય જો કરવો જ પડે, થઈ જાય તો તુરત નિયંત્રણ કરે છે. આથી જ તેઓમાં સરળતા, પાપભીરુતા, જિનવચન-અનુરાગ વગેરે ગુણો અભિવ્યંજિત થાય છે. વળી, સમ્યગ્દર્શનની પ્રાપ્તિની ભૂમિકામાં રહેલાં માર્ગાનુસારી જીવોમાં પણ આવા કરુણા, સરળતા, પાપભીરુતા વગેરે ગુણો હોવાથી કંઈક પ્રશમાદિ ગુણો હોય છે. આથી જ તેઓને જિનભક્તિ તેમજ સદ્ગુરુનો સમાગમ વગેરે થવાથી શીઘ્ર પૂર્વોક્ત સ્વરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી સંભવે છે. અને ત્યારે જિનેશ્વર દેવની તમામ આજ્ઞાઓની રુચિબહુમાન ઉત્પન્ન થવાથી તે
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy