________________
પરિશિષ્ટ-૧
૫૫૧
છ પર્યાપ્તિઓથી પર્યાપ્ત જીવો આવે. તેમાં પરીત્ત-દ્વારની જેમ સમજવું. અપર્યાપ્ત-જીવો છે તે પૂર્વ-પ્રતિપન્ન હોઈ શકે છે. (ઇન્દ્રિય-દ્વારમાં કહ્યા પ્રમાણે બેઈન્દ્રિય વગેરે જીવો હોય) પણ પ્રતિપદ્યમાનક ન હોય. (૪) સૂક્ષ્મ-વાર : આમાં સૂક્ષ્મ જીવો ઉભયથી રહિત છે. જયારે બાદર જીવોમાં પર્યાપ્ત-જીવોની જેમ સમજવું. અર્થાત્ સમકિતને પૂર્વે પામેલ જીવો હોય પણ નવા પામતાં હોય કે ન હોય. (૫) સંશિ-દ્વાર ઃ ભૂતકાળ, ભવિષ્યકાળ સંબંધી લાંબુ વિચારવાથી શક્તિવાળા જીવો “સંજ્ઞી' કહેવાય. તેમાં બાદર જીવોની જેમ જાણવું. તથા અસંજ્ઞી જીવોમાં અપર્યાપ્ત-જીવોની જેમ સમજવું. (૬) ભવ-દ્વાર : ભવ એટલે ભવસિદ્ધિક = ભવ્ય જીવો. તેમાં પણ સંન્નિ-જીવોની જેમ સમજવું. અભવસિદ્ધિકજીવોમાં ઉભયનો = સમકિતને પામતાં અને પામેલાંનો અભાવ છે. (૭) ચરમ-દ્વારઃ જે જીવોનો ચરમ = છેલ્લો ભવ આવશે તેઓ (અભેદોપચારથી) “ચરમ' કહેવાય. તેઓમાં પણ ભવ્ય-જીવોની જેમ સમજવું. અચરમ જીવોમાં અભવ્ય-જીવોની જેમ સમજવું. આમ સામાન્યથી ભાષક-પરીત્ત-પર્યાપ્ત-બાદર-સંજ્ઞી-ભવ્ય-ચરમ વગેરે જીવો સમકિતને પામેલાં હોય છે, પામનારા જીવો વિકલ્પ પ્રાપ્ત થાય છે. આથી જ ભાષ્યકારે તેમજ ટીકાકારશ્રી સિદ્ધસેન ગણિવરે પ્રાયઃ ઉક્ત ૧૩ દ્વારોમાં અંતર્ભાવ થઈ જતો હોવાથી તેનો ઉલ્લેખ અને વિવેચન કરેલું નથી.(ઉક્ત દ્વારોનું વર્ણન વિશેષાવશ્યક ભાષ્યની માસ પરિત્તપત્ત, એ ગાવે ૪૧૦ ની ટીકાના આધારે સમજવું.).
સૂ.૮, પૃ.૨૦૮, ૫.૨૪ ટીકામાં બેથી માંડીને શીર્ષપ્રહેલિકા સુધીની સંખ્યા લેવાનું કહેલું છે, તે ગણના-સંખ્યા લેવાની છે. માટે વ્યાતિ = “બે વગેરે એમ કહ્યું, પણ એકને સંખ્યા તરીકે ન લીધી. આ અંગે અનુયોગદ્વાર સૂત્ર. ૪૯૭ માં આ પ્રમાણે સ્પષ્ટતા કરેલી છે - ગણના-સંખ્યા શું છે? ( દ્વિતં જપાનસંધ્યા ?) “આ (ઘટ વગેરે પદાર્થો) આટલાં છે' એમ સંખ્યા કરવી તે ગણના-સંખ્યા કહેવાય. હવે નાનાં નતિ, (ા IT ન તિ સુપતિ સંવા...) આથી “એક એ ગણના પામતું નથી. કારણ કે
જ્યાં એક ઘટાદિ વસ્તુ હોય ત્યાં સંખ્યા વિના “વસ્તુ (ઘટાદ) છે એટલી જ પ્રતીતિ (બોધ) થાય છે. અથવા ઘટાદિ કોઈ એક વસ્તુનું ગ્રહણ અથવા સમર્પણ કરવાના વ્યવહાર કાળે કોઈ ગણતરી કરતું નથી. આથી એક ઘટાદિ વસ્તુ એકત્વ-સંખ્યાનો વિષય બનવા છતાં ય પ્રાયઃ તેનો સંવ્યવહાર થતો ન હોવાથી અથવા અલ્પ હોવાથી એકની ગણના થતી નથી. એમ આ . શ્રી હરિભદ્રસૂરિ તથા હેમચંદ્રસૂરિ કૃત વૃત્તિમાં કહેલું છે.
અન્ય હેતુની પણ વિચારણા પ. પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ કૃત ટિપ્પણીમાં કરેલી છે, તે ત્યાંથી જોઈ લેવા ભલામણ છે.