SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ૫૪૭ સૂ.૭, પૃ.૧૭૬, ૫.૨૨ નિશસ્વામિત્વ૦ (૨-૭) સૂત્રના ત્રીજા સાધન-દ્વારના ભાષ્યમાં “નિસર્ગ-સમ્યગ્દર્શન અને અધિગમ-સમ્યગ્દર્શન એ બન્ને યની પ્રાપ્તિ “તદાવરણીય કર્મના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ વડે થાય છે.” એમ કહ્યું. અહીં ત૬ થી રુચિ સ્વરૂપ જ્ઞાનના આવરણીય કર્મ તરીકે સિદ્ધસેનીયા ટીકામાં મતિજ્ઞાનાદિ-આવરણીય કર્મ કહેલું છે અને અનંતાનુબંધી કષાય આદિના ઉપશમ વગેરેને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમાદિના નિમિત્ત તરીકે કહેલું છે. આથી સમ્યગ્દર્શન ઉપશમ વડે થતું હોવાનો વ્યવહાર કરાય છે. કારણ કે ભાગમાં “આવરણીય' શબ્દ વાપરેલો છે અને તેનો વ્યવહાર જ્ઞાનદર્શનાવરણીય-કર્મ સિવાય પ્રાયઃ થતો નથી. આ પ્રમાણે સિદ્ધસેનીયા ટીકાનો અભિપ્રાય છે. યશોવિજયીયા ટીકામાં પણ પૂર્વે પ્રથમસૂત્રની ટીકામાં વિચારણા કર્યા મુજબ નિમિત્ત તરીકે જ અનંતાનુબંધી આદિ કર્મને સમ્યગ્દર્શનનું આવરણ કહેલું છે પણ સાક્ષાત્ આવરણ કહ્યું નથી. હારિભદ્રી ટીકામાં “તદાવરણીય કર્મ તરીકે અનંતાનુબંધી આદિ કર્મનું ગ્રહણ કરેલું છે. તેના ઉપશમાદિ વડે તત્ત્વાર્થ-શ્રદ્ધાન સ્વરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, એમ કહેલું છે. આ પ્રમાણે હારિભદ્રી ટીકામાં અનંતાનુબંધી આદિ કર્મને સીધું જ સમ્યગ્દર્શનનું આવરણ કહેલું છે. આગળ જતાં હારિભદ્રી વૃત્તિમાં રુચિના આવરણીય કર્મ તરીકે જ્ઞાનાવરણનો સ્વીકાર કરનારાઓનું અન્ન લાદ' કહીને ખંડન કરેલું છે. તે આ પ્રમાણે - અહીં કોઈ અન્ય આચાર્ય આ પ્રમાણે કહે છે કે પૂર્વપક્ષ ) "તલવાય’ એવા પદથી તત્ત્વાર્થશ્રદ્ધાન સ્વરૂપ જ્ઞાનના આવરણીય (જ્ઞાનાવરણીય) કર્મનું ગ્રહણ કરાય છે. કારણકે જ્ઞાનાવરણીય સિવાયના કર્મમાં પ્રાયઃ “આવરણીય' નો વ્યવહાર (પ્રયોગ) થતો નથી. આથી જ દર્શન એ જ્ઞાન જ છે. પણ (ઉત્તરપક્ષ ) આ પ્રમાણે કહેવું યોગ્ય નથી. કારણ કે જ્ઞાનાવરણીયનો ઉપશમ થતો નથી. તેથી સમ્યગ્દર્શનના કારણ તરીકે ઉપશમને કહેલું છે તે ઘટે નહી. પૂર્વપક્ષઃ સાચી વાત છે, પણ મોહનીય કર્મના ઉપશમથી જે જ્ઞાનાવરણીયના ક્ષયાદિ થાય છે, તેનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ (આવિર્ભાવ) થાય છે એમ અમે કહીશુ. ઉત્તરપક્ષઃ આ વાત પણ બરોબર નથી. કારણકે જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ થતો જ નથી, ક્ષય અને ક્ષયોપશમ જ થાય છે. આથી ભાષ્યમાં ઉપશમવડે એવો જે પક્ષ-વિકલ્પ - સમ્યગ્દર્શનના કારણ (સાધન) તરીકે – કહેલો છે તે ઘટશે નહીં. હેતુ (કારણ) નું હંમેશા ફળની પૂર્વે ગ્રહણ થાય છે. વળી આ રીતે પરંપરાએ નિમિત્ત બનનારને પણ કારણ
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy