SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ૫૩૭ નાંખીને મોડેથી ભોગવાય તેવા કરવા દ્વારા) અભાવ કરવા રૂપ “અંતરકરણ” કરે છે. (અર્થાત્ ક્રમશઃ જે મિથ્યાત્વદલિકોને ભોગવવાના હતાં તેમાં ગાબડું પાડીને તેટલાંઅંતર્મુહૂર્ત સુધી ભોગવવાના દલિકોને પાછળ નાંખે છે – મોડા ભોગવાય તેવા કરે છે. જીવના વિશુદ્ધ પરિણામના સામર્થ્યથી આત્મામાં આ પ્રક્રિયા તેવા સંકલ્પ અથવા પ્રયત્ન વિના પણ બન્યા કરે છે.) આ “અંતરકરણ' કર્યા બાદ મિથ્યાત્વ-કર્મોની બે સ્થિતિ થાય છે. એક અંતરકરણની નીચેની ચાલુ ભોગવાતાં મિથ્યાત્વકર્મની પ્રથમ-સ્થિતિ છે. અને બીજી સ્થિતિ છે, અંતરકરણની ઉપરની સ્થિતિ. આમ ત્રણ વિભાગ થયા. (૧) નીચેની (ભોગવાતી) સ્થિતિ (૨) અંતકરણ અને (૩) ઉપરની (ભોગવવાની બાકી) સ્થિતિ. આ પ્રમાણે (ત્રણે ય સ્થિતિનો કાળ અંતર્મુહૂર્ત છે. અને આખી પ્રક્રિયાનો કાળ પણ અંતર્મુહૂર્ત છે. પણ તે મોટું અં. મુ. સમજવું.) આમાં પ્રથમ સ્થિતિમાં જીવ મિથ્યાત્વકર્મના દલિકોને ભોગવતો હોવાથી મિથ્યાદષ્ટિ જ છે. અંતર્મુહૂર્ત પછી તે સ્થિતિ પૂરી થતાં-ભોગવાઇ જતાં અંતરકરણના પ્રથમ સમયે જ જીવ ઔપથમિક-સમ્યક્તને પામે છે. કારણકે અહીં મિથ્યાત્વ-કર્મના દલિકોનું વેદન-અનુભવન નથી. જેમ જંગલમાં લાગેલો દાવાનળ એ પૂર્વે બળી ગયેલ ઇંધનને અથવા ઉખર-ભૂમિને પ્રાપ્ત થતાં જેમ ઓલવાઈ જાય, શાંત થાય છે, તેમ મિથ્યાત્વના વદન રૂપ વનદવ પણ મિથ્યાત્વના દલિકોના ઉદયના અભાવરૂપ અંતરકરણને પ્રાપ્ત કરીને શાંત થાય છે, બુઝાઈ જાય છે. અને આમ થતાં જીવને ઔપથમિક-સમ્યક્તનો લાભ થાય છે. પ્રસંગતઃ કર્મગ્રંથમાં કહેલ “અંતરકરણની પ્રક્રિયા કહી. હવે મૂળવાત ઉપર આવીએ. પૂર્વોક્ત રીતે ઔપશમિક-સમ્યક્તની પ્રાપ્તિ થયે કર્મગ્રંથના મતે જીવ મિથ્યાત્વદલિતોના ત્રણ પુંજ અવશ્ય કરે છે. આથી આ મતે ઔપથમિક-સમ્યક્તથી ઔવેલા જીવ માટે (અંતર્મુહૂર્ત બાદ) ત્રણ વિકલ્પો છે. જો તેને ત્રણ પુંજ પૈકી (૧) શુદ્ધ-પુંજ ઉદયમાં આવે તો તે તત્ત્વાર્થશ્રદ્ધાન રૂપ ક્ષાયોપશમ-સમ્યક્ત પામે છે અને (૨) જો અર્ધ-શુદ્ધપુંજ ઉદયમાં આવે તો મિશ્ર-સમ્યક્ત પામે છે અને (૩) જો અશુદ્ધ-પુંજ ઉદયમાં આવે તો મિથ્યાદર્શનને પામે છે. આ કર્મગ્રંથનો મત છે. સિદ્ધાંતના મતે તો મિથ્યાત્વે જ જાય છે. આમ વિસ્તારથી સર્યું. ભાષ્યકાર ઉમાસ્વાતિજી મહારાજે તેમ જ સિદ્ધસેનીયા ટીકામાં પણ પૂર્વોક્ત મતાંતરોને સ્પર્યા વિના જ તત્ત્વાર્થની શ્રદ્ધાન સ્વરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિની પ્રક્રિયા બતાવી છે. ભાષ્યમાં તો અનિવૃત્તિકરણ તથા અંતરકરણનો ઉલ્લેખ પણ કરેલો નથી. છતાં સિદ્ધસેનીયા ટીકામાં અર્થપત્તિથી અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય છે એમ કહેલું છે. કારણ કે તેના વિના સમ્યક્તની પ્રાપ્તિ થતી નથી. તેમજ “અંતરકરણ'નો ઉલ્લેખ તો સિ. સે. ટીકામાં
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy