SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थाधिगमसूत्रम् [X૦ ૨ एवार्थो य एव चार्थस्तदेव तत्त्वमिति पुनरुक्तारेका। उच्यते-परमतापेक्षं विशेषणमित्यर्थस्य तत्त्वमुपात्तं, यतः कणभुजमतनिरूपितो बुद्धकपिलायुक्तश्चार्थो व्यभिचारी, सत्ताद्रव्यत्वादिः सामान्यविशेषरूपः परित्यक्तपरस्परस्वात्मा खपुष्पवदसन्नेवेष्यते, न हि विशेषाः सम्भावयितुं शक्याः अन्वयिनैकेन शून्याः, न चास्ति सामान्यं, निर्विशेषत्वात् इत्यादिदोषसंस्पर्शपरिजिहीर्षया જ કહેવું જોઈએ. આથી “તત્ત્વરૂપ અર્થ એમ જે બેયનું ગ્રહણ કરેલું છે, તે પુનરુક્તિ (પુનઃ કથન)રૂપ દોષની શંકા ઉપજાવે છે... ક “તત્વાર્થ શબ્દમાં સમાસની વિચારણા જ સમાધાનઃ તત્ત્વ એવું જે કઈ શબ્દનું વિશેષણ મૂકેલું છે તે પર-મતની અપેક્ષાએ અર્થાત્ જિનમતથી અન્ય મતની અપેક્ષાએ છે. એટલે કે, પર-મતનો નિષેધ સૂચવવા ઉક્ત વિશેષણનું ગ્રહણ કરેલું છે. કણભુજ એટલે “કણાદ' ઋષિ વડે પ્રણીત મત (વૈશેષિકદર્શન) વડે પ્રકાશિત કરાયેલ (નિરૂપિત) અર્થ તેમજ બુદ્ધ, કપિલ વગેરે વડે કહેલો અર્થ (વસ્તુ) વ્યભિચારી છે - અયથાર્થ છે. કારણ કે, સત્તા, દ્રવ્યત્વ વગેરે પદાર્થો અનુક્રમે સામાન્ય અને વિશેષ રૂપ છે, તે જો પરસ્પર એકબીજાના સ્વાત્મા-સ્વરૂપને છોડીને રહેલાં છે. અર્થાત્ જે સામાન્ય છે તે વિશેષ રૂપે (વિશેષને સાપેક્ષ) નથી અને જે વિશેષ છે તે એકાંતે વિશેષ જ છે, પણ સામાન્ય રૂપે નથી એમ માનવું એ “આકાશના પુષ્પની જેમ અમારા વડે સ્વીકારાતું નથી. “આકાશનું ફૂલ' જેવી કોઈ વસ્તુ - દુનિયામાં નથી તેમ ફક્ત સામાન્ય સ્વરૂપ અથવા ફક્ત વિશેષ-સ્વરૂપ વસ્તુ પણ નથી. (અર્થાત્ સામાન્ય અને વિશેષ એ બેય સ્વરૂપ હોય એવો જ અર્થવસ્તુ સત્ છે.) કારણ કે, વિશેષ (વટાદિ વ્યક્તિઓ) એ જો તેના અન્વયી = અનુગમ કરનાર = એક રૂપે સાંકળનાર કોઈ એક પદાર્થ/ધર્મ વિનાના હોય તો તે વિશેષોની પોતાની જ સંભાવના હોવી શક્ય નથી. વળી અન્ય-મતે ફક્ત સામાન્ય રૂપે વસ્તુ પણ સ-વિદ્યમાન નથી. કારણ કે તેને નિર્વિશેષ = વિશેષ રહિત સ્વીકારાય છે. ચંદ્રપ્રભા : વસ્તુતઃ પરસ્પર સાપેક્ષ હોવાથી એકબીજાને સાપેક્ષ રૂપે સ્વીકારવું જ ઘટે છે. કારણ કે લાલ ઘડો, કાળો ઘડો, સફેદ ઘડો, વગેરે ઘટ-વ્યક્તિઓ = વિશેષ ક્યારે કહેવાય ? કોની અપેક્ષાએ વિશેષ કહેવાય ? એમ પ્રશ્ન થશે ત્યારે જવાબ અપાશે કે, સર્વ ઘડા રૂપ જે સાધારણ વસ્તુ છે, તેમાં રહેલ સાધારણ ધર્મ-ઘટત્વ, ઘટ-સામાન્યની અપેક્ષાએ લાલ ઘડો, અમદાવાદી ઘડો અથવા પાણી ભરવાનો ઘડો (દારૂ વગેરે માટેનો નહીં) એમ ઘટ-વિશેષ કહેવાય ૨. પૂ. I wાળ૦ મુ. | ૨. ૩.પા.પૂ.તા. I વાવિયા, મુ. I રૂ. પપુ ! પં. મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy