SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ રૂ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ४९७ साम्प्रतेन वर्तमानभावग्राहिणा समभिरूढेन च प्रतिशब्दं भिन्नार्थग्राहिणा, पञ्चस्वपीति नरकतिर्यङ्मनुष्यदेवसिद्धिगतिषु, अन्यतम इति नरकादिगतिवर्ती जीवः प्राणी प्रतीयते, नाभावो नापि च भावान्तरम् । कस्मादिति चोदयति परः-किमत्रोपपत्तिरस्त्युत स्वेच्छया नैगमादयोऽभ्युपगच्छन्त्येवमिति ? सूरिराह-अस्त्युपपत्तिः, तां च कथयति-एते हि नया इत्यादिना । एते नैगमादयो नया यस्मात् जीवं प्रति-जीवमङ्गीकृत्य कीदृशं जीवमिच्छन्ति? औपशमिकादिभिर्यो युक्तः स जीवः, औपशमिकक्षाथिकक्षायोपशमिकौदयिकपारिणामिकैर्युक्तः औपशमिकादियुक्तः, भाव इत्यर्थः । औपशमिकादियुक्तो योऽर्थः तं ग्रहीतुं शीलं येषां ते तद्ग्राहिणः । सर्वासु च नारकादिगतिषु अवश्यमौपशमिकादीनां भावानां यः कश्चित् ગ્રહણ કરવાના સ્વભાવવાળા ઋજુસૂત્ર નય વડે તથા વર્તમાનકાલીન ભાવાત્મક વસ્તુનું ગ્રહણ કરનારા સાંપ્રત નય વડે અને શબ્દ શબ્દ = દરેક શબ્દ જુદા અર્થનું ગ્રહણ કરનારા સમભિરૂઢ નય વડે – એમ પૂર્વોક્ત છએ નયો વડે ૧. નરક, ૨. તિર્યંચ, ૩. મનુષ્ય, ૪. દેવ અને ૫. સિદ્ધિગતિ રૂપ પાંચેય ગતિઓને વિષે રહેલ અન્યતમ = એટલે નરકાદિ ગતિમાં વર્તનારા કોઈપણ જીવનો બોધ થાય છે, પણ જીવના અભાવનો અથવા તે સિવાય બીજા ભાવનો = પદાર્થનો બોધ થતો નથી. ભાષ્યમાં બીજો વ્યક્તિ = પૂર્વપક્ષ પ્રશ્ન કરે છે. પ્રશ્ન : શાથી આ નવો વડે આવા પ્રકારે જીવનો બોધ સ્વીકારાય છે ? શું આવો બોધ સ્વીકારવા પાછળ કોઈ યુક્તિ (ઉપપત્તિ) છે? કે પછી સ્વેચ્છાએ જ નૈગમ આદિ નો આ પ્રમાણે બોધનો સ્વીકાર કરે છે ? આનો પ્રત્યુત્તર આપતાં સૂરિજી કહે છે જવાબ: હા, નૈગમ આદિ નયો વડે આવો બોધ સ્વીકારવા પાછળ જરૂર યુક્તિ રહેલી છે અને તે યુક્તિને જ ભાષ્યમાં કહે છે- તે દિ નયા: ઇત્યાદિ. અર્થાત્ આ નૈગમ આદિ નયો એ જીવ-પદાર્થને આશ્રયીને. પ્રશ્ન : કેવા પ્રકારના જીવને ઇચ્છે છે ? જવાબ : ઔપશમિક આદિ પાંચ ભાવોથી યુક્ત જે ભાવ પદાર્થ અર્થાત્ જીવ છે, તેનું ગ્રહણ કરનારા છે. ઔપશમિક, શાયિક, લાયોપશમિક, ઔદયિક અને પરિણામિક એ પાંચ ભાવોથી યુક્ત જે ભાવ = એટલે કે જીવ રૂપ અર્થ, તેનું ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે. સર્વ નારક આદિ ગતિઓને વિષે (અર્થાત્ તે ગતિઓમાં રહેલ જીવોમાં) અવશ્યપણે ઔપશમિક આદિ ભાવોમાંથી કોઈને કોઈ ભાવ સંભવે છે. જયારે જે ભાવ હોય ત્યારે તે ભાવનું ગ્રહણ કરે છે અને પાંચમી સિદ્ધિગતિમાં સિદ્ધાત્માઓને ૨. પારિવુ . તે દિ મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy