SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ રૂ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ४७९ स्वेच्छयोपादीयमानस्तत्स्थेनापरेण धर्मेण विरोध प्रतिपद्यते, यथाऽऽत्मनि अज्ञानिता उपादीयमाना ज्ञानरूपेणात्मस्थेन धर्मेण विरुद्धा सती त्यज्यते, नैवं नयेषु, यथा वा व्योम्नि मूर्तता तत्स्थेनापरेणामूर्तेन धर्मेण विरुद्धा सती विप्रतिपत्तिरुच्यते, नैवं नयेषु, यतो वस्तु અધ્યવસાયના બોધના પ્રકારો છે. અર્થાત વિજ્ઞાન-વિશેષ સ્વરૂપ આ પ્રતીતિઓ છે. તેની જેમ પૂર્વોક્ત નયવાદ છે. અધ્યવસાય વડે અર્થાત્ બોધવિશેષ વડે કરાતા આ નૈગમ આદિ નયોના વાદો = જલ્પો (પોતાના મતને સ્થાપિત કરનારા અભિપ્રાયો) ઉક્ત પ્રતીતિઓની જેમ વિરોધી નથી. અર્થાતુ એક વસ્તુમાં પણ રહેલાં જુદા જુદા ધર્મોમાંથી કોઈ એકાદ ધર્મને જ આગળ કરીને જે વાદો = અભિપ્રાયો પ્રવર્તે છે તે વિરોધી નથી - કેમ કે તેવા ધર્મો તે એક જ વસ્તુમાં હકીકતમાં રહેલાં હોય છે. ચંદ્રપ્રભાઃ અર્થાત્ એક જ વસ્તુ સામાન્ય, વિશેષ આદિ અનેક ધર્મોથી યુક્ત છે અર્થાત્ તે ધર્મ-સ્વરૂપ છે. આવી અનેક ધર્માત્મક વસ્તુમાં નયો એ જીવના ક્ષયોપશમની વિચિત્રતાના (વિવિધતાના) કારણે તે તે (સામાન્ય આદિ) ધર્મ-વિશેષનો બોધ (અધ્યવસાય) વિશેષ કરનારા છે. આમ વિષય બદલાતાં બોધનો પણ પ્રકાર બદલાયો છે. આથી એક જ વસ્તુના ધર્મો વિવિધ = અનેક પ્રકારના હોવાથી તેનો બોધ કરનારા અધ્યવસાય-વિશેષસ્વરૂપ નયો પણ જુદા જુદા પ્રકારનો બોધ કરનારા હોય છે, પણ વિરોધી હોતાં નથી. જ વસ્તુમાં અસત્ = અવિધમાન ધર્મની જ કલ્પના વિરોધી બને છે પ્રેમપ્રભા : અહીં કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે – જે વસ્તુમાં જે ધર્મ બિસ્કુલ રહેલો જ ન હોય તેમ છતાં - સ્વેચ્છાથી, અર્થાત્ પોતાની મતિની કલ્પના વડે - તે વસ્તુમાં તે ધર્મનું ગ્રહણ કરાય, બોધ કરાય, તો તે વસ્તુમાં રહેલાં બીજા ધર્મ સાથે તે કલ્પના કરાતો ધર્મ એ વિરોધી બને છે. જેમ કે, કોઈપણ આત્મામાં જ્ઞાન રહેલું છે. (નિગોદના જીવમાં પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું અવ્યક્ત જ્ઞાન હોય છે.) તેમ છતાં ય આત્મામાં કોઈ જીવ વડે અજ્ઞાનિતા = જ્ઞાન-રહિતતા રૂપી ધર્મનું ગ્રહણ કરાય તો આત્મામાં રહેલ જ્ઞાનરૂપી ધર્મ સાથે વિરોધી બનવાથી તે અજ્ઞાનતા = જ્ઞાનરહિતતા રૂપી ધર્મનો ત્યાગ કરાય છે. અર્થાત્ આત્મામાં અજ્ઞાનિતા રૂપ ધર્મનો સ્વીકાર કરાતો નથી. આવા પ્રકારના વિરોધી ધર્મના સ્વીકાર રૂપ અનિષ્ટ પ્રસંગ નયોના વિષયમાં આવતો નથી. ચંદ્રપ્રભા ઃ અહીં અજ્ઞાનિતા એટલે સંપૂર્ણ જ્ઞાન- ગુણરહિતપણું સમજવું. તે તો કોઈપણ
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy