________________
३६
तत्त्वार्थाधिगमसूत्रम्
[
૨
समस्ति, यतश्चक्षुः स्वदेशस्थं योग्यदेशव्यवस्थितं रूपमारूपयति, नास्य गमने सामर्थ्यमस्ति, अप्राप्यकारित्वात् । श्रोत्रादीनि तु प्राप्तार्थग्राहीणि, प्राप्तकारित्वात् चत्वारि, मनोविज्ञानं तु तत्पृष्ठानुसारिविकल्पकम्, अतोऽव्यभिचारिणी सर्वेन्द्रियाद्युपलब्धिः । इदमेव तत्त्वं परमार्थः शेषः परमार्थो न भवति । एतत्सम्यग्दर्शनम् । सम्प्रति निपाते सम्यक्शब्दे गृहीते योऽर्थस्तं भावार्थं च दर्शयति-प्रशस्तं दर्शनं सम्यग्दर्शनमिति । अविपरीतानां द्रव्यभावानां નથી. વળી તમામ ઈન્દ્રિયોનો પોતાના વિષય સાથે સંબંધ પણ હોતો નથી. કારણ કે, ચક્ષુરિન્દ્રિય છે, તે પોતાના દેશમાં સ્થાનમાં રહીને જ યોગ્ય દેશમાં/ક્ષેત્રમાં રહેલ અર્થાત્ અત્યંત નજીક પણ નહીં અને અતિશય દૂર પણ નહીં એ રીતે રહેલ રૂપને દેખે છે-જાણે છે. ચક્ષુરિન્દ્રિયનું વિષય-દેશમાં જવાનું સામર્થ્ય હોતું નથી, કેમકે તે અપ્રાપ્તકારી છે. પોતાના વિષય સાથે સંબંધ કરીને જ જ્ઞાન કરાવે તે શ્રોત વગેરે ઈન્દ્રિયને પ્રાપ્તકારી (પ્રાપ્યકારી) કહેવાય. આથી વિપરીત હોય તે અપ્રાપ્તકારી કહેવાય. શ્રોત્ર વગેરે ચાર ઈન્દ્રિયો તો પ્રાપ્ત = એટલે કે ઈન્દ્રિય સાથે સંબદ્ધ એવા જ અર્થનું/વિષયનું ગ્રહણ કરનારી છે, કારણ કે, તે ચાર પ્રાપ્તકારી છે અર્થાત્ પ્રાપ્ત = ઈન્દ્રિય સાથે સંબદ્ધ એવા વિષયનું ગ્રહણ કરનારી છે.
વળી મનોવિજ્ઞાન છે, તે પાંચ ઈન્દ્રિયો વડે અર્થનું જ્ઞાન કર્યા બાદ તે જ્ઞાનને અનુસરતી વિચારણા પૂર્વક થાય છે. આથી સર્વ ઈન્દ્રિય વગેરે વડે (આદિથી અનિન્દ્રિયવડે) થનારી ઉપલબ્ધિ-જ્ઞાન-વિશેષ એ અવ્યભિચારિણી/યથાર્થ બોધ કરનારી છે... અર્થાત્ ફક્ત કોઈ એક જ નય મતનું અવલંબન ન કરીને સર્વ નિયોના મતનો ઉચિત આશ્રય કરનારી હોવાથી તે ઈન્દ્રિય આદિના વિષયની પ્રાપ્તિ|ઉપલબ્ધિ એ અવ્યભિચારિણી છે. વસ્તુનો યથાર્થપણે બોધ કરનારી છે. આ જ તત્ત્વ એ પરમાર્થ છે, આથી શેષ બીજો પરમાર્થ નથી એમ જણાવતાં ભાષ્યમાં કહે છે – આ જ સમ્યગદર્શન છે.
હવે નિપાત = અવ્યયનામ રૂપ “સ' શબ્દનું ગ્રહણ કરાય છતે (અર્થાત્ ભાષ્યમાં પ્રથમ કહેલ પ્રશંસા-અર્થવાળા “સમ્યફ' શબ્દનું ગ્રહણ કરવામાં) જે અર્થ કહેલો, તેનો ભાવાર્થ ભાષ્યમાં જણાવે છે - પ્રશર્ત નં - સવર્ણનમ્ જગતના નાથ શ્રી જિનેશ્વર દેવો વડે કહેલ અવિપરીત = યથાર્થ એવા દ્રવ્યો અને ભાવોનું/પર્યાયોનું આલંબન ૨. સર્વપ્રતિપુ ! પ્રાથ૦ ૫. I