________________
સૂ૦ રૂ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४७५ ___टी० यथेत्यादि । सकलं जगदनेकावयवात्मकमपि सत्तामात्रव्याप्तेरविशेषादेकमुच्यते । एवं च सद् द्विधा, जीवाजीवमात्रविवक्षावशात् । कथं पुनरेकसङ्ख्याव्यवच्छिन्नं सद् द्वित्वसङ्ख्याया गोचरीभवति ?, न च काल्पनिकमेतत्, अंशसद्भावात्, तस्मान्नास्ति विरोधः । एवं नयेष्वप्यविरोधप्रतिपत्तिः साधीयसीति । तथा तदेवैकं त्रिधा, द्रव्यगुणपर्यायेषु ભાષ્યકાર કહે છે – આ વિષયમાં જવાબ/સમાધાન કહેવાય છે. જવાબઃ સર્વ જગત એકરૂપ છે. કારણ કે, સત્-રૂપે એક જ છે. સર્વ = સકળ જગતુ એ અનેક અવયવ રૂપ હોવા છતાં પણ તે દરેક અવયવોમાં/અંશોમાં (આ સતુ, આ સતુ, તે સત્ વગેરે રૂપે) સતપણાની = સત્તા-માત્રની વ્યાપ્તિ થતી હોવાથી સત્ રૂપે = સત્તામાત્રથી અવિશેષ અર્થાત્ અભિન્ન છે અને આથી એક જ જગત કહેવાય છે. વળી આ જગત આ પ્રમાણે (એક જ) હોવા છતાંય બે-ભેદવાળું પણ છે. કારણ કે, જીવ અને અજીવ રૂપે છે અર્થાત્ જગતમાં જે કાંઈ પદાર્થ છે તે ક્યાં તો જીવ સ્વરૂપે છે અથવા અજીવ સ્વરૂપે છે. આ સિવાય ત્રીજા પદાર્થની વિવક્ષા નથી. માટે જીવ અને અજીવ એવા બે જ પદાર્થની વિવક્ષાના વશથી જગતુ બે પ્રકારનું પણ કહેવાય છે.
અહીં અમે પૂર્વપક્ષને (વિપ્રતિપત્તિ દોષ આપનારને) પૂછીએ છીએ કે, આખુ જગતું એ “એક સંખ્યાથી વિશિષ્ટયુક્ત છે એમ કહીને પાછું તે જગત્ દ્વિત્વરૂપ (અર્થાત્ બે) સંખ્યાનો વિષય શી રીતે બને ?
પૂર્વપક્ષ : આ સકળ એકરૂપ જગતને બે પ્રકારનું અર્થાત્ દ્વિત્વ સંખ્યાથી વિશિષ્ટ કહેવું તે કાલ્પનિક અર્થાત્ સ્વમતિથી કલ્પિત છે.
ઉત્તરપક્ષ : ના, આ વાત કાલ્પનિક પણ નથી જ. વાસ્તવિક જ છે. કારણ કે જગતના અંશોનો/અવયવોનો સભાવ છે જ. આ કારણથી વિરોધ નથી. (અર્થાત્ સત્તા-રૂપ સામાન્ય ધર્મની અપેક્ષાએ એકરૂપ એવું પણ જગત એ તેના અવયવોની = વિભાગોની અપેક્ષાએ બે પ્રકારનું હોવાથી દ્વિત્વ (બે) સંખ્યાનો વિષય બનવામાં વિરોધ આવતો નથી. આ પ્રમાણે નૈગમ વગેરે નયોને વિષે પણ જુદા જુદા પ્રકારના બોધ-વિશેષ થવા છતાં પણ) અવિરોધની = વિરોધના અભાવની પ્રતીતિ – સ્વીકાર થાય છે તે બરાબર છે સાચો યથાર્થ છે. (આ પ્રમાણે આગળ પણ ત્રણ વગેરે પ્રકારવાળું સર્વજગત્ છે ઇત્યાદિ વિષયમાં પણ સમાધાન સમજવું.)
૨. પૂ.નિ. / ૦િ
મુ. |