SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ४२२ तत्त्वार्थाधिगमसूत्रम् [ H૦ ૨ एवंविधवस्तूपनिबन्धनैव च वर्णाऽऽश्रम-प्रतिनियतरूपा यमनियमगम्यागम्यभक्ष्याभक्ष्यादिव्यवस्था, कुम्भकारादेश्च मृदानयनाव-मर्दनशिवकस्थासकादिकरणप्रवृतौ वेतनकादिदानस्य साफल्यम्, अव्यवहार्यत्वाच्च शेषमवस्तु, व्योमेन्दीवरादिवदिति ।। અપેક્ષાએ અવાંતર-ન્યૂન-સામાન્ય છે. સામાન્ય એટલે અનેક વસ્તુમાં રહેલ સમાન-ધર્મ આ ઘટ, આ ઘટ, પેલો ઘટ એમ જે અનેક ઘટાદિ વસ્તુમાં સમાનતાની પ્રતીતિ થાય છે તેના કારણભૂત ઘટમાત્રમાં રહેલ ઘટ-સામાન્ય = અર્થાત્ ઘટત્વ (જાતિ) છે. તેમ જ દરેક પટમાં પટવરૂપ સામાન્ય રહેલું છે. વસ્તુમાત્રમાં આ સત્ (વિદ્યમાન) છે, તે સત્ છે. ઇત્યાદિ પ્રતીતિના કારણભૂત “સત્તા' રૂપ સામાન્ય રહેલું છે અને તેજ મહા-સામાન્ય કહેવાય છે. જો કે મર્થ પટ: આ ઘડો છે વગેરે વ્યવહારમાં ઘડા વગેરે વસ્તુનો પોતાના સામાન્ય-ઘટત્વના સંબંધપૂર્વક બોધ થાય છે તેવી જ રીતે “આ સત્ છે' એવી મહાસામાન્ય – સત્તામાત્રના સંબંધની પણ પ્રતીતિ ગૌણપણે થાય છે. પણ એટલાં માત્રથી વસ્તુનો નિશ્ચય થતો નથી. કેમ કે તે મહાસામાન્ય તો પટ, ટેબલ, તપેલી વગેરે દરેક ચીજમાં રહેલું છે આથી જ્યારે આ ઘડો છે' એમાં જ્યારે ઘટત્વ રૂપ અવાંતર (ન્યૂન) સામાન્યથી અન્વિત એવા ઘડાનો બોધ થાય છે ત્યારે (વિશે સામાન્ય વાતે, ન તુ સામાન્ચન વિશેષ: એવા ન્યાયથી) વિશેષ વિધાન વડે/વિશેષ અર્થ વડે સત્તા-માત્રરૂપ સાધારણ અર્થનો બાધ થવાથી “ઘડા' રૂપ અર્થ જ જણાય છે. જો કે ત્યારે પણ સત્તા-માત્ર રૂપ મહાસામાન્ય “આ સત્ છે, વિદ્યમાન છે' એવો અર્થ પણ ગૌણ રૂપે જણાય છે, પણ તે “ઘડા'રૂપ વિશેષ અર્થ વડે દબાઈ જાય છે. ત્યારે ઘટ-સત્તા, પટ-સત્તા વગેરે રૂપે સત્તાનો ભેદ કરવા પૂર્વક અવાંતર-સત્તા જણાય છે. આથી મહામાર્ચ-પ્રતિક્ષેપે એનો અર્થ મહાસામાન્યનો બાધ કરીને એમ કરેલો છે. પ્રેમપ્રભા : અવંવિધવનિવનૈવ- વળી આ પ્રકારે વસ્તુનો સ્વીકાર કરવાના પીઠબળ ઉપર જ વર્ણાશ્રમને આશ્રિત અર્થાત્ તે તે બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ ચાર વર્ણોને ઉચિતપણે નિશ્ચિત થયેલી - અહિંસાદિ Aયમ, નિયમ, ગમ્ય-અગમ્ય, ભક્ષ્ય-અભક્ષ્ય આદિ વ્યવસ્થા ઉભી થયેલી છે. જો ઉપરોક્ત સ્વરૂપ વ્યવહાર-નયનો સ્વીકાર ન કરાય તો આવી વ્યવસ્થાઓ ઘટે નહીં. તેમજ કુંભાર વગેરે સંબંધી માટી લાવવી, માટીનું મર્દન કરવું, પીસવું અને તેમાંથી શિવક, સ્થાસક આદિ બનાવવાની પ્રવૃત્તિ કરાયે છતે તેને વેતન આદિ આપવું સફળ થાય છે. આ સિવાયની શેષ બાબત (અર્થાત્ ફક્ત વિશેષની કલ્પના અથવા ફક્ત સામાન્યની કલ્પના) એ અવ્યવહાર્ય હોવાથી = વ્યવહાર કરવાને યોગ્ય/શક્ય ન હોવાથી - આકાશના નીલ-કમલની જેમ અવસ્તુ છે.
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy