SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० तत्त्वार्थाधिगमसूत्रम् [अ०१ भोगापवर्ग-व्यवस्थादीनां चाभावात् सर्वसंव्यवहारोच्छेदः, सर्वविशेषव्याकरणे च निर्निबन्धनभवनाभावाद् भावाभाव एव, अविशेषत्वाभेदत्वानिरूप्यत्वादितश्च नैवासौ भावः खरविषाणादिवत् । तस्माद् व्यवहारोपनिपतितसामान्योपनिबन्धनं तु यदेव यदा द्रव्यं વિદ્યમાન છે' એવા આકારનો વસ્તુ-માત્ર રૂપ જ અર્થ જો તે તે રૂપે અભિવ્યક્ત થતો હોય તો પછી સર્વ વસ્તુમાં રહેલ (તસ્વરૂપ) અને ઘટ, પટ, જલ વગેરે સર્વ ભેદ (વિશેષ)રૂપ વસ્તુ સાથે સંબંદ્ધ એવો જે “ભાવ” (સત્તા, વિદ્યમાનતા) છે, તેની જ પ્રતીતિ (બુદ્ધિ) થવાનો પ્રસંગ આવશે. અર્થાત્ ઘટ, પટ વગેરે કાંઈપણ કહેવાય, ઉચ્ચારાય ત્યારે તેના શ્રવણથી “ભાવ”નો જ “આ સત્ છે વિદ્યમાન છે” એટલો જ બોધ થવાની આપત્તિ આવશે. કોઈપણ ઘડા વગેરે વિશેષ વસ્તુનો બોધ થશે નહીં. અને તેથી “ઘડો છે' ઇત્યાદિ બોલાય ત્યારે (ભાવ-માત્રનો બોધ થવાથી) ઘટ, પટ, ઉદક (પાણી) વગેરેના સત્તા-માત્ર રૂપ ભાવનો જ સંબંધ થવાથી “ઘડો જ છે' એવો નિશ્ચય નહીં થાય. અર્થાત્ કોઈપણ પદના શ્રવણ વડે ઘટાદિ-વિશેષના નિશ્ચયાત્મક બોધનો અભાવ થવાનો પ્રસંગ આવશે. વળી (ઘટાદિ) વસ્તુનો નિશ્ચય જ નહીં થાય તેથી તેના ઉપદેશની, (‘આ ઘડો છે', ઇત્યાદિ કથન વ્યવહારનો) તેમજ ઘટ લાવવો, લઈ જવો વગેરે ક્રિયાની, તેમજ તે તે વસ્તુના ઉપભોગની, તેમજ અપવર્ગની = મુક્તિની/મોક્ષની વ્યવસ્થાનો અભાવ થવાથી સર્વ પ્રકારના સમ્યમ્ વ્યવહારનો ઉચ્છેદ થશે. પ્રશ્ન : તો શું ઘટાદિ સર્વ વસ્તુને એકાંતે વિશેષ રૂપે જ માનવી જોઇએ? જવાબ: ના, ઘટ, પટ, મઠ વગેરે સર્વ વસ્તુઓનું ફક્ત વિશેષરૂપે જ કથન/પ્રતિપાદન કરાય તો તે તે વસ્તુને કારણ વિના જ ઉત્પન્ન થયેલી માનવી પડે – કારણકે આગળ-પાછળની અવસ્થા સાથે સંબંધ ન રહેવાથી કારણ વિના જ ઉત્પન્ન થયેલી માનવી પડે. પરંતુ કોઈપણ વસ્તુનું હોવું – અસ્તિત્વ એ નિર્નિબંધન = એટલે કે કોઈપણ કારણ વિના હોવું સંભવિત નથી. આથી કોઈપણ વસ્તુને કેવળ વિશેષરૂપે = ભેદરૂપે જ માનવામાં દરેક વસ્તુના અસ્તિત્વનો - હોવાપણાનો જ અભાવ થઈ જાય જે દોષ રૂપ છે. (આમ કેવળ વિશેષ ભેદરૂપે વસ્તુ સંભવતી નથી. તો શું કેવળ સામાન્યરૂપે વસ્તુ સંભવી શકે છે ? આવી શંકાનો દૂર કરવા કહે છે કે, (વિશેષત્વ-એકત્વ) ગધેડાના શીંગડાની જેમ અવિશેષરૂપે (નિર્વિશેષ એટલે કે વસ્તુ છે એમ ફક્ત સામાન્યરૂપે), તેમજ અભેદત્વ = ભેદરહિત પણે અને અનિરુપ્ય આદિ રૂપે “ભાવ” (વસ્તુ) ન જ હોઈ શકે. અર્થાત્ ૨. પતિપુ ! તમથo . . ૨. a.પૂ. ! થર્ થવા, મુ. I
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy