SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ सू० ३४] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ४१७ एव, तदनर्थान्तरत्वात् तत्स्वात्मवत्, भवनार्थान्तरत्वे वा व्योमोत्पलादिवदसत्त्वं विकल्पानां रासभविषाणादिसत्त्वं वा घटादिवद्, भवनार्थान्तरत्वात् । एतद्दर्शनपुरस्सरा एव च सर्वनित्यत्वैकत्वकारणमात्रत्वादिवादाः कालपुरुषस्वभावदैवादयश्चेति' । ચંદ્રપ્રભા : અનુમાન-પ્રયોગ આ પ્રમાણે થાય - ઘટાવિ વસ્તુ (પક્ષ) ભાવ વ, (સાધ્ય), મવન-પ્રવૃત્તિતન્ત્રાર્, તવનન્તરવાર્ વા (હેતુ) આવા અનુમાનથી ઘટાદિ વસ્તુ પણ ભાવરૂપે જ સાબિત થાય છે. હવે ઘટ, પટ વગેરે વસ્તુઓ પણ ‘ભવન’ રૂપ પર્યાયવાળી હોવાથી જ્યારે ‘ભાવ’ સ્વરૂપ જ છે ત્યારે દરેક વસ્તુ - વસ્તુમાત્ર એ ભાવરૂપે અન્ય દરેક વસ્તુથી અભિન્ન જ છે, માટે વસ્તુમાત્રને ‘ભાવ’રૂપે જ માનવાથી ચાલી જતું હોવાથી તેનું ઘટ, પટ આદિ રૂપે વિભાગીકરણ કરવું નિરર્થક છે, એમ સંગ્રહ-નયનું માનવું છે. પ્રેમપ્રભા : હવે જો ઘટાદિ વસ્તુને ‘ભવન’ (સત્ત્વ, વિદ્યમાનતા) રૂપ પર્યાયથી અસંબદ્ધ/અયુક્ત માનીને ભાવાત્મક નહીં માનશો તો બે દોષ આવશે. (૧) એક તો ઘટાદિ સત્ = વિદ્યમાન વસ્તુને અસત્ માનવી પડશે. અર્થાત્ ઘટ, પટ વગેરે જે વિકલ્પો = ભેદો છે, એનું (ભવન = સત્તા, વિદ્યમાનતારૂપ પર્યાયથી જુદો માનવામાં) આકાશના કમળની જેમ અસત્પણું પ્રાપ્ત થશે. એટલે કે ઘટ વગેરે ભેદોને આકાશ-કમળની જેમ અસત્અવિદ્યમાન-ખોટા માનવા પડશે. અર્થાત્ જેમ ‘ભવન’ પર્યાયથી રહિત હોવાથી ‘આકાશનું કમળ’ વગેરે ‘ભાવ’ રૂપ વસ્તુ નથી અને આથી અસત્ મનાય છે, તેમ ઘટ વગેરે વસ્તુને વિકલ્પોને પણ ‘ભવન' પર્યાયથી રહિત માનીને ભાવ રૂપ નહીં માનશો તો અસત્ માનવી પડશે. (૨) અથવા બીજો દોષ એ કે, અસત્ વસ્તુને સત્ માનવી પડશે. અર્થાત્ ‘ભવન’ (સત્તા-વિદ્યમાનતા) રૂપ પર્યાયથી રહિત હોવા છતાંય જો ઘટાદમાં સર્પણુ (સત્ત્વ-વિદ્યમાનતા) માનશો એટલે કે ઘટાદિ વસ્તુને સત્/વિદ્યમાન તરીકે સ્વીકારશો તો ગદર્ભ-શૃંગ = ગધેડાના શીંગડા આદિ વસ્તુઓ કે જે ‘ભવન’ પર્યાયથી રહિત હોયને ભાવરૂપ નથી, તેને પણ ‘સત્' માનવી પડશે. = વળી આ સંગ્રહનયને આગળ કરીને જ કેટલાંક મતો/દર્શનો પ્રવર્તે છે. જેમકે (૧) સર્વ વસ્તુ નિત્ય છે, (૨) સર્વ એક જ છે, (૩) સર્વ કારણરૂપ જ છે વગેરે વાદોમાન્યતાઓ પ્રવર્તે છે. તથા બીજા કેટલાંક વાદીઓ જુદાં જુદાં પદાર્થને કારણ માને છે. દા.ત. કેટલાંક વાદીઓ (૧) કાળને જ તો કેટલાંક, (૨) પુરુષાર્થને જ, (૩) કેટલાંક સ્વભાવને, તો (૪) કેટલાંક દૈવ/ભાગ્યને (કર્મને) જ કારણ તરીકે માનનારા છે. અર્થાત્ ૧. પા. પૂ. । શ્રુતિ ભાવ: મુ. ।
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy