SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थाधिगमसूत्रम् [ so टी० मतिश्रुतावधयो विपर्ययश्च । यथोक्तलक्षणा मतिश्रुतावधयस्त्रयोऽपि विपर्ययश्च भवत्यज्ञानं चेत्यर्थः । ज्ञानाधिकारस्य प्रकृतत्वात् ज्ञानस्य विपर्ययो विपरीतता अज्ञानं, प्रमाणाभास इति यावत् । यदा यथार्थपरिच्छेदि तदा ज्ञानं, यदा त्वयथार्थं प्रवर्तते तदा ज्ञानाभासम् । एवमुक्ते पर आह- एकस्य विरुद्धधर्मद्वयसमारोपो न युक्त इति, तदेव मत्यादित्रयं प्रमाणं तदेव चाप्रमाणमिति छायातपवद् विरोधित्वादेकत्रासाम्प्रतम्, एतदाहननु छायातपवद् विरुद्धमेतत्, यो हि छायायामेवातपं मन्यते आतपे वा छायां तदत्यन्तविरुद्धं स्यात् । प्रतीतिविरोधश्च तथा । यो हि शीतमुष्णं ब्रूयात् उष्णं च शीतमिति प्रत्यक्षविरुद्धं च जायेते । अत्रोच्यते न ब्रूम एकत्राधारे एतत्त्रयं ज्ञानमज्ञानं च, किन्त्वन्यत्र ज्ञानमन्यत्र જ્ઞાન વિપરીત (વિપર્યય) પણ હોય છે અર્થાત્ અજ્ઞાનરૂપ પણ હોય છે. અહીં સૂત્રમાં ‘જ્ઞાન’ શબ્દ લખેલ નથી. આથી પ્રશ્ન થાય કે કોનાથી વિપરીતપણું સમજવાનું છે ? એની સ્પષ્ટતા કરતાં કહે છે - મૂળમાં ‘જ્ઞાન'નો અધિકાર = પ્રકરણ ચાલુ હોવાથી જ્ઞાનનો વિપર્યય લેવાનો છે. વિપર્યય = એટલે ઉલટાપણું-વિપરીતતા અર્થાત્ અજ્ઞાન... એને ‘પ્રમાણાભાસ' પણ કહેવાય છે. જ્યારે આ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ વિષયનું યથાર્થ રૂપે ગ્રહણ કરે છે અર્થાત્ જે પ્રમાણે વિષય/અર્થ હોય એ પ્રમાણે જ બોધ કરનારા હોય છે ત્યારે તે ‘જ્ઞાન' કહેવાય છે. અને જ્યારે વિષયને અયથાર્થ રૂપે અર્થાત્ વિષય જેવો છે તેનાથી જુદા/ઉલટા રૂપે બોધ કરે છે ત્યારે તે મતિ વગેરે ત્રણ ‘જ્ઞાનાભાસ' = અજ્ઞાન કહેવાય. આ પ્રમાણે કહેવાતે છતે બીજો વ્યક્તિ પ્રશ્ન ઉઠાવે છે = ४०२ પ્રશ્ન ઃ એક જ વસ્તુમાં વિરોધી બે ધર્મોનો સમારોપ = આરોપણ કરવું તે યોગ્ય નથી. તે જ મતિ આદિ ત્રણ પ્રમાણ છે અને તે જ મતિ આદિ અપ્રમાણ છે આમ કહેવું તે છાયા અને આતપ/તડકોની જેમ વિરોધી હોવાથી એક જ ઠેકાણે હોવું તે અસંબદ્ધ છે, અસંગત છે. આ જ વાત ભાષ્યમાં કહે છે - નનુ ઈત્યાદિ. તેનો અર્થ આ પ્રમાણે છે કે, છાયા અને તાપ/તડકાની જેમ અને શીત/ઠંડુ અને ઉષ્ણની જેમ આ બેનું એક ઠેકાણે હોવું વિરુદ્ધ છે. કેમકે જે છાયામાં જ આતપ માને છે અથવા આતપમાં/તડકામાં છાયા માને છે તે અત્યંત વિરુદ્ધ છે. વળી અનુભવ (પ્રતીતિ) સાથે પણ વિરોધ આવે છે. (છાયામાં ટાઢકનો અનુભવ થાય છે પણ તડકાનો અનુભવ થતો નથી. ઇત્યાદિ.) તેમજ જે શીત વસ્તુને ઉષ્ણ કહે અને ઉષ્ણ વસ્તુને શીત કહે તો તે પણ પ્રત્યક્ષ સાથે વિરોધી બને. (અને અનુભવથી પણ વિરોધી બને છે.) ૧. વ.પૂ. । નાયતે॰ મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy