SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૩૧] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ३९५ न तदा श्रुतादीनामन्यतमेन केनचित्, यदा च श्रुतज्ञानेनोपयुक्तो न तदा मत्यादीनामन्यतमेनेति, केवलिनस्तु न क्रमेणैतज्ज्ञानगतोऽस्त्युपयोगः, यतः सम्भिन्न इत्यादि । ज्ञानं विशेषग्राहि, दर्शनं सामान्यग्राहि, ज्ञानं च दर्शनं च ज्ञानदर्शने, सम्भिन्ने सर्वद्रव्यपर्यायग्राहके ज्ञानदर्शने यस्य स सम्भिन्नज्ञानदर्शनः तस्य, एवं माहात्म्यादिगुणान्वितस्य भगवतः, केवलंसर्वार्थग्राहि ज्ञानं यस्यास्ति तस्य केवलिनः, युगपत् एकस्मिन् समये, केवले ज्ञाने अनुसमयमुपयोगो भवति दर्शने च । कीदृशि केवले ज्ञाने दर्शने च ? उच्यतेसर्वभावग्राहके । सर्वे भावा:-पञ्चास्तिकायास्तेषां ग्राहकं, विशेषेण परिच्छेदकमित्यर्थः । ઉપયોગવાળો હોય છે ત્યારે શેષ શ્રુતજ્ઞાન આદિમાંથી કોઈપણ જ્ઞાનમાં ઉપયોગવાળો હોતો નથી અને જ્યારે શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાળો હોય છે ત્યારે મતિ આદિ શેષજ્ઞાનો પૈકી કોઈપણ જ્ઞાનના ઉપોયગવાળો હોતો નથી. જયારે કેવળજ્ઞાનીને તો આ જ્ઞાનના વિષયનો ઉપયોગ ક્રમથી હોતો નથી. (કહેવાનો ભાવ એ છે કે મતિ આદિ ચાર જ્ઞાનનો જે વિષય છે, તે વિષય કેવળજ્ઞાનીને કેવળજ્ઞાન વડે પણ જણાય છે પરંતુ મતિજ્ઞાની આદિ છદ્મસ્થ જીવોની જેમ ક્રમે કરીને – વારાફરતી ઉપયોગ હોતો નથી. કિંતુ એક સમયમાં જ તે જ્ઞાનના વિષયનો ઉપયોગ હોય છે.) આનું કારણ જણાવતાં ભાષ્યમાં કહે છે. મન ઇત્યાદિ. સંભિન્ન એટલે સંપૂર્ણ- સર્વદ્રવ્ય અને પર્યાયનું ગ્રહણ(જ્ઞાન) કરનાર - જાણનાર. જ્ઞાન એટલે વિશેષથી વિષયનું ગ્રહણ કરનાર અને દર્શન એટલે સામાન્ય વિષયનું ગ્રહણ કરનાર. આવા સંભિન્ન = સંપૂર્ણ જ્ઞાનદર્શન છે જેને તે સંભિજ્ઞાન-દર્શનવાળા કહેવાય. “કેવળ” એટલે સર્વ અર્થોને ગ્રહણ કરનારું જ્ઞાન. તે જેઓ પાસે હોય તે “કેવળી' કહેવાય. આમ સમસ્ત અર્થ આ પ્રમાણે છે - જે કારણથી સંભિન્ન = સંપૂર્ણ-સર્વદ્રવ્ય પર્યાયોને ગ્રહણ કરનારા જ્ઞાન અને દર્શનવાળા અને આથી આવા માહાભ્ય આદિ ગુણથી યુક્ત હોવાથી ભગવાન (ભગ = જ્ઞાનાદિ ઐશ્વર્ય... તે જેઓમાં હોય તે ભગવાનું કહેવાય.) કેવળી = કેવળજ્ઞાની = સર્વજ્ઞને એક સમયમાં કેવળ (સર્વ અર્થના ગ્રાહક) એવા જ્ઞાન વિષે અને દર્શનને વિષે અનુસમય એટલે દરેક સમયે - આંતરા વિના ઉપયોગ હોય છે. * આગમવાદીમતઃ કેવળજ્ઞાન-કેવળદર્શનનો સમયાન્તરે ઉપયોગ જ પ્રશ્નઃ કેવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને વિષે ઉપયોગ હોય છે ? ૧. પૂ. I eતજ્ઞા, મુ. | ૨. પાપુ ! તન્ના, મુ. | રૂ. ૩.પૂ. | વા૦ મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy