________________
२४ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ अनन्तानुबन्ध्याधुपशमे सति तदुपजायत इति उपशमसम्यग्दर्शनं भण्यते, स्वावरणक्षयोपशममङ्गीकृत्य क्षयोपशमजमेतदुच्यते, तस्मात् परत उपशमव्यपदेशो न स्वावरणापेक्षया इति । तथा स्वभावभेदः पूर्वपक्षवादिना योऽभ्यधायि तत्राप्येवं पर्यनुयोगः कर्तव्यःकोऽयमभिलाषो रुचितत्त्वलक्षणोऽन्यो मत्याद्यपायांशं विरहय्येति । एवं विषयभेदोऽपि ઉપશમ થવાથી ઉપશમ - સમ્યફદર્શન ઉત્પન્ન થાય છે એમ સર્વ ઠેકાણે અર્થ સમજવો.
પ્રેમપ્રભાઃ આથી જ અનંતાનુબંધી આદિ કર્મનો ઉપશમ થાય ત્યારે જ આ સમ્યગદર્શન ઉત્પન્ન થતું હોવાથી તેને ઉપશમ - સમ્યગ્દર્શન કહેવાય છે. તથા પોતાના જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું હોવાથી આ ક્ષયોપશમ - જન્ય (ક્ષાયોપથમિક) સમ્યગદર્શન કહેવાય છે. આમ સમ્યગુદર્શનમાં જે “ઉપશમનો વ્યવહાર-કથન થાય છે તે પરતઃ = (અનંતાનુબંધી આદિ) પર - કર્મપ્રકૃતિના ઉપશમને લઈને છે. અર્થાત્ ઉપચારથી છે, પરંતુ સ્વ-આવરણના ઉપશમને લઈને થતો નથી, એમ સમજવું - આ બીજા આચાર્યના મત પ્રમાણે સમજવું.).
તથા સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનના સ્વભાવનો ભેદ જે પૂર્વપક્ષ-પ્રતિવાદી વડે કહેવાયેલો તેમાં પણ આ પ્રમાણે પ્રત્યુત્તર (અનુયોગ) આપવો.
જવાબઃ સમ્યગુદર્શન રૂપે માનેલ રુચિ-તત્ત્વ (સ્વભાવ) રૂપ જે આ અભિલાષ (શ્રદ્ધા) છે, તે મતિ આદિ જ્ઞાનના ત્રીજા અપાય (નિશ્ચય) અંશ (ભેદપ્રકાર) સિવાય બીજું શું છે? અર્થાત્ રુચિ-તત્ત્વ રૂપ અભિલાષ એ મતિજ્ઞાન વગેરેનો અપાય રૂપ = નિશ્ચય રૂપ અંશ જ છે, તેનાથી જુદો નથી. આથી સમ્યગ્દર્શન અને સમ્યગૂજ્ઞાનના સ્વભાવનો ભેદ પણ ન હોવાથી સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન વચ્ચે ભેદ નથી, અભેદ જ છે. તથા (૩) આ જ રીતે તે બન્નેયના વિષયોનો ભેદ હોવાનું પણ નિરાકરણ કરવું. (અર્થાત્ બન્નેય જયારે એક-અભિન્ન રૂપ છે ત્યારે તેઓનો વિષય પણ સમાન જ છે)
ચંદ્રપ્રભા : અહીં શંકા થાય કે આ રીતે જ્ઞાન અને દર્શનને એક કહેવામાં તો સમ્યગદર્શન ઉત્પન્ન થતાં જ્ઞાન અને ચારિત્ર વગેરે પણ) સમ્યમ્ બને છે એ વાત ઘટશે નહીં. આથી સમ્યગદર્શન પહેલાં જે જ્ઞાન હોય તે અજ્ઞાન રૂપ હોય છે એવું પણ ન રહ્યું. આથી મિથ્યા દૃષ્ટિ જીવના જ્ઞાનને પણ સમ્યગુજ્ઞાન માનવાનો પ્રસંગ શું નહિ આવે ? અર્થાત્ આવશે જ.... આવી શંકાને દૂર કરવા જિનવચનમાં કહેલ પદાર્થો ઉપરની શ્રદ્ધા રૂપ જ્ઞાનની વિશિષ્ટ અવસ્થા એ જ સમ્યગદર્શન છે એમ જણાવતાં બીજા આચાર્ય કહે છે -