SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ર૩] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ३५५ वर्धते चार्धकोशं दृष्ट्वा क्रोशमवैति अर्धयोजनं योजनमेवमादि, कदाचिदुभयीमवस्थामनुभवति वर्धते हीयते च । तस्यैव क्रोशस्यैकस्यां दिश्यपरक्रोशो वृद्धः, अन्यस्यां तस्य क्रोशस्याधु हीनमिति। अथवा प्रतिपतति चोत्पद्यते चेति क्वचित् कालान्तर उदितं पुनर्नश्यति पुनश्चोदेति, क्षयोपशमवैचित्र्यात्, पुनः पुनर्नाशोत्पादस्वभावमूर्मिवत् यथा महति सरसि स्वच्छवारिभारिणि पूर्णे प्रबलानिलवेगेपरिक्षिप्यमाणजलेऽदभ्रोर्मयः समुपजाताः समासादित रोधसः शनैः शमं भजन्ते, पुनश्चाभिघातविशेषात् प्रादुःष्यन्ति, अतो यथोर्मयोऽनवस्थिता एवमवधिज्ञानमपि । ક્ષેત્રને (અડધા યોજનને, ૨ ક્રોશને) જાણે છે પછી તેના પણ અડધા એટલે કે ૧ ક્રોશ (ગાઉ) જેટલાં ક્ષેત્રને જાણે છે, એ પ્રમાણે ઘટતું જાય છે. પછી વર્થતે એટલે વધતુ જાય. દા.ત. અડધા ક્રોશ જેટલાં ક્ષેત્રને જોઈને પછી ૧ ક્રોશ જેટલાં ક્ષેત્રને જુએ છે - ત્યારપછી અડધા યોજનાને જુએ, વળી પાછું વધવાથી ૧ યોજન પ્રમાણ ક્ષેત્રને જુએ છે. આ પ્રમાણે વધતું જાય છે. ક્યારેક વધતી અને ઘટતી બન્નેય અવસ્થાને અનુભવે છે. માટે કહે છે - વર્ધત, રીતે અર્થાત્ એક બાજુ વધે છે અને બીજી બાજુ ઘટે છે - તે એક કોશ પ્રમાણવાળા અવધિજ્ઞાનના વિષયમાં એક દિશામાં બીજો એક ક્રોશ વધ્યો હોય અને બીજી દિશામાં તે કોશનો અડધો ભાગ હીન થયો હોય ઘટ્યો હોય... આમ વૃદ્ધિનહાનિ એક સાથે થાય છે. અથવા ક્યારેક પડી જાય છે, અને પાછું ઉત્પન્ન થાય છે, એ રીતે અનવસ્થિત હોય છે. અર્થાત્ કોઈ ઠેકાણે અન્યકાળ ઉદય પામેલું અવધિજ્ઞાન ફરી નાશ પામે છે અને ફરી ઉદયમાં આવે છે, ઉત્પન્ન થાય છે. આમાં ક્ષયોપશમની વિચિત્રતા એટલે કે વિભિન્નતા/તફાવત જ કારણભૂત છે. આમ વારંવાર નાશ અને ઉત્પન્ન થવાના સ્વભાવવાળું આ અવધિજ્ઞાન ઊર્મિઓ = તરંગોના જેવું (અસ્થિર) હોય છે. જેમ સ્વચ્છ પાણીને ધારણ કરતું અને જળથી પૂર્ણ ભરેલું એવું મોટું સરોવર હોય તે સરોવરમાં પ્રબળ પવનના વેગથી (અથડાવા દ્વારા) જળને વિક્ષેપ/ક્ષોભ પમાડાતો હોય ત્યારે અત્યંત મોટા તરંગો ઉત્પન્ન થાય છે અને તે આગળ વધતાં કિનારા સુધી પહોંચે છે ત્યારે ધીમે રહીને શાંત થઈ જાય છે. ફરી પાછો પૂર્વે કહ્યા પ્રમાણે અભિઘાત વિશેષ થવાથી અર્થાત્ પવન અથડાવાથી તરંગો પેદા થાય છે. (આવું અનેકવાર વારંવાર થતું હોય છે.) આથી જેમ સરોવરાદિના તરંગો અનવસ્થિત-અસ્થિર છે, ચંચળ છે, તેમ આ અવધિજ્ઞાન પણ ૨. પરિપુ ! વૃદ્ધિમુ. ૨. પૂ. I વિક્ષ મુ. I રૂ. પ.પૂ.તા.નિ. / રમે શનૈઃ શૌર્ષ, મુ. ૪, પરિવુ મીતિ મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy