SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ तत्त्वार्थाधिगमसूत्रम् [ ૨ तच्छुभं च परमशुभं, तस्य । कथं परमशुभतेति चेद् यतस्तस्मिन्नुदितेऽन्या असातादिकाः प्रकृतय उदिता अपि न स्वविपाकं प्रकटं दर्शयितुं शक्ताः, क्षीरद्रव्यापूरितकुम्भे पिचुमन्दरसबिन्दुवदिति । एवं तस्य परमशुभस्य, प्रवचनं द्वादशाङ्गं गणिपिटकं, ततोऽनन्यवृत्तिर्वा सङ्घस्तस्य प्रवचनस्य प्रतिष्ठापनं-निर्वर्तनं फलं प्रयोजनमस्य तत्प्रवचनप्रतिष्ठापनफलं तस्य, तीर्थं तदेव गणिपिटकं, सङ्घः, सम्यग्दर्शनादित्रयं वा तत् कुर्वन्ति-उपदिशन्ति ये ते तीर्थकराः, तान् नामयति-करोति यत् तत् तीर्थकरनाम । तस्यैतदेवार्हदादिपूजाकरणाद्धेतोः क्रियमाणं कर्मेत्यभिधीयते तस्यानुभावात्, पश्चाद् અને તેના ઉદયથી તે શુભ પુણ્યકર્મને ભોગવીને ખલાસ કરવા માટે તેઓ દેશના આપે છે. ભાષ્યકાર આ તીર્થંકર નામકર્મના બે વિશેષણો મૂકે છે. (૧) પરમશુભ? પરમ (એટલે ઉત્કૃષ્ટ) એવું શુભ - તે પરમશુભ. પ્રશ્ન : શાથી આ પરમશુભ છે? જવાબ : જે કારણથી તીર્થંકર નામકર્મનો ઉદય થયે અન્ય અસતાવેદનીય વગેરે કર્મપ્રકૃતિઓ ઉદયમાં આવવા છતાં પોતાના વિપાકને (ફળને-અનુભાવને) પ્રગટરૂપે બતાવવા સમર્થ બનતી નથી. કેમ કે, દૂધ રૂપ દ્રવ્યથી છલોછલ ભરેલાં કુંભમાં કોઈ લીમડાના રસનું એકાદ ટીપું નાંખે, તો તેની કોઈ અસર દૂધના આસ્વાદમાં પડતી નથી. અર્થાત્ લીમડાના રસના સ્વાદનો અનુભવ થતો નથી, તેમ અહીં સમજવું. બીજું વિશેષણ – વળી આ તીર્થકર નામકર્મ પ્રવચનના પ્રતિષ્ઠાપન = રચના નિર્માણ રૂપ ફળવાળું છે.) આ પ્રમાણે તે પરમશુભ તેમજ પ્રવચન એટલે બાર અંગ (દ્વાદશાંગ) રૂપ શ્રત અથવા તેનાથી અનન્યરૂપે = અભેદરૂપે રહેનાર સંઘ. તે પ્રવચનનું પ્રતિષ્ઠાપન એટલે નિર્માણ/રચના રૂપ ફળ છે જેનું તેવું (પ્રવચન-પ્રતિષ્ઠાપન ફળવાળું) તીર્થકર નામકર્મ છે. તીર્થ = એટલે તે જ ગણિપિટક = ૧૨ અંગ અથવા સંઘ. અથવા તીર્થ એટલે સમ્યગદર્શન આદિ રત્નત્રયી. તેને કરે = તેનો ઉપદેશ આપે તે “તીર્થકર કહેવાય. (તીર્થ ન્તિ તે તીર્થરાદ ) આવા, તીર્થકરોને જે નમાવે અર્થાત બનાવે તે કર્મ ‘તીર્થંકરનામ” કહેવાય. તેના સંબધી કર્મને તીર્થકરનામ-કર્મ. તે આ જ અરિહંત આદિની પૂજાઆરાધના કરવા રૂપ હેતુથી કરાતું હોયને “કર્મ કહેવાય છે. ચંદ્રપ્રભા : પોતાના હેતુઓ વડે જે કરાય છે, માટે તે કર્મ કહેવાય. આવી “કર્મની વ્યાખ્યા કર્મગ્રંથમાં કરેલી છે. આ તીર્થંકરનામ-કર્મ પણ પોતાના કારણભૂત જે “વરબોધિ' એટલે ૨. પૂ. ના, મુ. ૨. પરિવુ ના. મુ. રૂ. ૩.પૂ. ના. પૂ. ૪. પરિવુ રેશનિ મુ. ૫. પૂ. તસ્ય તદેહ મુ.
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy