________________
सू० २०]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३१७
सङ्घसन्ततिहिताय स्थापितान्यध्ययनानि दशा उच्यन्ते । दशा इति चावस्थावचनः शब्दः, काचित् प्रतिविशिष्टावस्था यतीनां यासु वर्ण्यते ता दशा इति । कल्पव्यवहारौ कल्प्यन्तेभिद्यन्ते मूलादिगुणा यत्र स कल्पः, व्यवह्रियते प्रायश्चित्ताभवद्व्यवहारतयेति व्यवहारः । निशीथम् अप्रकाशं सूत्रार्थाभ्याम् । यद् ऋषिभिर्भाषितानि प्रत्येकबुद्धादिभि: कापिलीयादीनि । एवमादि सर्वमङ्गबाह्यं दृश्यम् ।
મા૦ અઙ્ગપ્રવિષ્ટ દાવશવિધમ્ । તદ્યથા-આચાર:, મૂત્રતં, સ્થાન, સમવાય:, व्याख्याप्रज्ञप्तिः, ज्ञातधर्मकथाः, उपासकाध्ययनदशाः, अन्तकृद्दशाः अनुत्तरोપાતિવશા:, પ્રશ્નવ્યાળ, વિષાસૂત્ર, દષ્ટિપાત કૃતિ ।
अत्राह-मतिज्ञानश्रुतज्ञानयोः कः प्रतिविशेष इति ? । अत्रोच्यते
નામના પુત્ર-મુનિના હિત માટે સ્થાપિત કરેલાં અર્થાત્ રચેલાં દશ-અધ્યયનો જેમાં છે તે ‘દશવૈકાલિક' શ્રુત કહેવાય. (૮) ઉત્તરાધ્યયન : જે કારણથી પૂર્વના કાળમાં સાધુઓ આચારાંગ સૂત્રની પછી = ઉત્તરમાં આ અધ્યયનો ભણતાં હતાં તેથી તે ઉત્તરાધ્યયન શ્રુત કહેવાય. (૯) દશા : પૂર્વ-ગત શ્રુતમાંથી ઉદ્ધાર કરીને સંઘની પરંપરાના કલ્યાણ માટે સ્થાપિત કરેલાં, રચેલાં અધ્યાયનો ‘દશા' કહેવાય. ‘દશા’ એ અવસ્થા-વાચક શબ્દ છે. સાધુઓની કેટલીક ખાસ વિશિષ્ટ અવસ્થાઓનું જેમાં વર્ણન કરાય છે તે ‘દશા' શ્રુત કહેવાય. (૧૦) કલ્પ : જેમાં મૂલ આદિ ગુણોની કલ્પના (વિકલ્પ) કરાય એટલે કે ભેદ વડે કહેવાય તે ‘કલ્પ' શ્રુત અને (૧૧) વ્યવહાર : જેમાં પ્રાયશ્ચિત અને આભવદ્ (આભાવ્ય) વ્યવહારરૂપે વ્યવહાર કરાય તે વ્યવહાર શ્રુત કહેવાય. (૧૨) નિશીથ ઃ એટલે અપ્રકાશ. સૂત્ર અને અર્થ વડે જે અપ્રગટરૂપે હોય. (અર્થાત્ વિશિષ્ટ યોગ્ય જીવોને જ જે ભાણાવાય છે.) (૧૩) ઋષિ-ભાષિત : જે પ્રત્યેકબુદ્ધ વગેરે ભાષિત હોય, કહેલ/રચેલ હોય તે કાપિલીય આદિ શ્રુત ‘ઋષિભાષિત’ કહેવાય. આવા પ્રકારનું તમામ શ્રુત અંગ-બાહ્ય સમજવું.
ભાષ્ય : અંગ-પ્રવિષ્ટ (શ્રુત) બાર ભેદવાળું છે. તે આ પ્રમાણે - (૧) આચાર (૨) સૂત્રકૃત (૩) સ્થાન (૪) સમવાય (૫) વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ (૬) જ્ઞાતધર્મકથા (૭) ઉપાસકાધ્યયન-દશા (૮) અંતકૃતદશા (૯) અનુત્તરોપપાતિકદશા (૧૦) પ્રશ્ન- વ્યાકરણ (૧૧) વિપાકશ્રુત (૧૨) દૃષ્ટિપાત. અહીં (શિષ્યાદિ) અન્ય વ્યક્તિ પ્રશ્ન કરે છે - પ્રશ્ન ઃ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે શું તફાવત છે ? આ વિષયમાં (જવાબ) કહેવાય છે- જવાબ ઃ
૬. પૂ. । વ્યવ॰ મુ. |