SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૨૧] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् २७५ ___भा० तत्राव्यक्तं यथास्वमिन्द्रियैर्विषयाणामालोचनावधारणमवग्रहः । अवग्रहो ग्रहो ग्रहणमालोचनमवधारणमित्यनर्थान्तरम् । __टी० तत्राव्यक्तमित्यादिना । तत्रेति चतुर्खवग्रहादिषु प्रकान्तेषु अवग्रहोऽभिधीयते। अवग्रहणमवग्रहः सामान्यार्थपरिच्छेद इत्यर्थः । यद् विज्ञानं स्पर्शनादीन्द्रियजं व्यञ्जनावग्रहादनन्तरक्षणे सामान्यस्यानिर्देश्यस्य स्वरूपकल्पनारहितस्य नामादिकल्पनारहितस्य च वस्तुनः परिच्छेदकं सोऽवग्रहः अव्यक्तं ज्ञानमिति यावत् । तदाह-अव्यक्तम् अस्फुटम् अवधारणमित्यनेन सम्बन्धः । अव्यक्तं यदवधारणम्-अव्यक्तः परिच्छेद इत्यर्थः । कस्याव्यक्तं પૂર્વપક્ષ : પ્રત્યેક ઇન્દ્રિયાદિના ૪-૪ ભેદો નિશ્ચિતરૂપે જાણ્યા. પણ એ નથી જણાતું કે અવગ્રહ આદિનું સ્વરૂપ શું છે? આથી આપે અવગ્રહ આદિનું સ્વરૂપ જણાવવા યોગ્ય છે. આ પ્રમાણે બીજા વડે પ્રશ્ન કરાતાં સૂરિજી અવગ્રહાદિ ભેદોનું સ્વરૂપ પ્રકાશિત કરવાની ઇચ્છાથી ભાષ્યમાં કહે છે – જવાબ (ઉત્તરપક્ષ) : ભાષ્ય : તેમાં ઇન્દ્રિયો વડે યથાયોગ્ય (પોતપોતાના) વિષયોનું અવ્યક્ત (અસ્પષ્ટ) આલોચના રૂપ જે અવધારણ તે “અવગ્રહ' કહેવાય. (૧) અવગ્રહ (૨) ગ્રહ (૩) ગ્રહણ (૪) આલોચના અને (૫) અવધારણા એ અનર્થાન્તર એટલે કે અભિન્ન-અર્થવાળા પર્યાય-શબ્દો છે. * “અવગ્રહ’નું સ્વરૂપ અને પર્યાય-શબ્દો જ પ્રેમપ્રભા : ભાષ્યમાં કહેલ તત્ર (તેમાં) શબ્દનો અર્થ છે કે, અવગ્રહ આદિ ચાર ભેદો પ્રસ્તુત હોતે છતે હવે તે પૈકી અવગ્રહનું સ્વરૂપ કહેવાય છે. પ્રવપ્રદvi કૃતિ (વસ્તુનું) અવગ્રહણ તે અવગ્રહ એટલે વસ્તુના સામાન્ય-અર્થનો બોધ. ભાવાર્થ એ છે કે, જે વિજ્ઞાન સ્પર્શન આદિ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારું હોય અને (વિષય અને ઇન્દ્રિયના સંબંધમાત્ર રૂપ) વ્યંજનાવગ્રહ થયા પછી અનન્તર (તરત/બીજી) ક્ષણે જેનો નિર્દેશ કરી શકાય નહીં, જેના સ્વરૂપની કલ્પના થઈ શકે નહીં અને જેના નામાદિની પણ કલ્પના કરી શકાય નહીં એવી-સામાન્યરૂપ વસ્તુનો બોધ કરનારું હોય તે “અવગ્રહ' કહેવાય. અર્થાત્ અવ્યક્ત જ્ઞાન તે અવગ્રહ કહેવાય. આ જ વાત ભાગમાં કહે છે – વ્યક્તિ = અવ્યક્ત એટલે અસ્પષ્ટ. આ પદનો ‘કવથારVi' પદ સાથે સંબંધ થાય છે. આથી ૧. પૂ. | યl૦ મુ. | ૨. પૂ. I tો :- મુ.
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy