SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थाधिगमसूत्रम् [ o हुताशनस्योष्णतालाञ्छनमत्यन्तप्रतीतत्वादभिदधते विद्वांसः । किं तर्हि सूत्रेण प्रतिपादयति ? उच्यते-लक्षणं द्विविधं तत्स्थमतत्स्थं चेति, तत्स्थमग्नेरौष्ण्यवत्, अतत्स्थं वारिणो बलाकादिवत्, मतिज्ञानस्य लक्षणं यत्तत्स्थं न पुनस्ततो ज्ञानाद् भिन्नमित्येतदादर्शयति सूत्रेण । सू० मतिः स्मृति: संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ॥ १-१३॥ टी० मति: स्मृतिः संज्ञेत्यादि । अत एव च ज्ञानशब्दं प्रत्येकं लगयति २६४ * લક્ષણના બે પ્રકાર ઃ (૧) તત્સ્ય અને (૨) અતસ્થ (બીજી રીતે આગળના તેરમા સૂત્રનો વિષય જણાવતાં ટીકાકાર કહે છે-) અથવા આ મતિઃ સ્મૃતિ: એ સૂત્ર વડે મતિજ્ઞાનનું લક્ષણ નથી કહેતાં, કારણ કે એ તો પ્રતીત જ છે, સૌના ખ્યાલમાં જ છે, કેમ કે, લોકમાં આ વાત પ્રસિદ્ધ જ છે કે મતિજ્ઞાન એ ઇન્દ્રિય અને અનિન્દ્રિયથી ઉત્પન્ન થતું જ્ઞાન છે. અને વિચક્ષણ પુરુષો જે વાત પ્રસિદ્ધ હોય, તેનું લક્ષણ કહેતાં નથી, કેમ કે, અગ્નિનું ‘ઉષ્ણતા’રૂપ લક્ષણ એ અત્યન્ત પ્રસિદ્ધ હોવાથી વિદ્વાન પુરુષો તે જણાવતાં નથી. પ્રશ્ન : તો પછી તે સૂત્રથી શાનું કથન કરે છે ? જવાબ : જુઓ, લક્ષણ બે પ્રકારે હોય છે. (જેનાથી વસ્તુ જણાય-ઓળખાય તે લક્ષણ કહેવાય.) (૧) તત્સ્ય (તેમાં = લક્ષ્યમાં જ રહેલું) અને બીજું (૨) અતત્સ્ય (લક્ષ્યમાં નહીં રહેલું.) દા.ત. (i) અગ્નિમાં રહેલી ઉષ્ણતા (ઉષ્ણ-સ્પર્શ)રૂપ લક્ષણની જેમ તત્સ્ય-લક્ષણ હોય છે. અર્થાત્ અગ્નિ વગેરે રૂપ લક્ષ્યમાં જ તે લક્ષણ રહેલું હોય છે અને બીજું (ii) પાણીનું (સરોવર વગેરેનું) લક્ષણ બગલા વગેરેની જેમ અતત્સ્ય-લક્ષણ છે. ચંદ્રપ્રભા : અર્થાત્ તે લક્ષણ પાણીમાં જ એકમેક થઈને રહેલું હોતું નથી પણ તેથી જુદું પણ પડે છે. દૂરથી જમીન ઉપર ઉડતાં બગલાં જોઈને પાણીનું અનુમાન થઈ શકે છે. તે બે વચ્ચે માત્ર સમીપતા અથવા સંયોગ સંબંધ છે. માટે અતત્સ્ય લક્ષણ છે. પ્રસ્તુતમાં મતિજ્ઞાનનું જે તત્સ્ય-લક્ષણ છે, તે મતિજ્ઞાનથી ભિન્ન/જુદું નથી, આ વાત આગળના તેરમા સૂત્ર વડે ગ્રંથકાર બતાવે છે मतिः स्मृति: संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ॥ १-१३ ॥ સૂત્રાર્થ : ૧. મતિજ્ઞાન, ૨. સ્મૃતિજ્ઞાન, ૩. સંજ્ઞા, ૪. ચિંતા અને ૫. અભિનિબોધ એ
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy