SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ २३६ तत्त्वार्थाधिगमसूत्रम् [ ૪૦ ? मनइन्द्रियजीवेषु अक्षशब्दस्य रूढत्वात्, सावरणानावरणविशेषात् तु भिद्यते । सावरणानां तावत् त्रितयाभिमुख्येना-स्मदादीनां प्रत्यक्षमेव ज्ञानम्, तद्यथा-आत्माभिमुख्येन स्वप्ने भयहर्षनंभोगमनराज्यलाभादि । मनआभिमुख्येन स्मरणप्रत्यभिज्ञानवितर्कविपर्ययनिर्धारणादि, इन्द्रियाभिमुख्याच्चक्षुरादिविषयेरूपादिवत्, निरावरणानामात्माभिमुख्येनैव, अभ्यात्मं तु स्वयंदृशां प्रत्यक्षज्ञानिनां, विशुद्धशब्दनयाभिप्रायेण चेदमेकमेव प्रत्यक्षं प्रमाणमिति । आचार्यसिद्धसेनोऽप्याह અતિશય ઉપકારક હોવાથી પ્રકૃષ્ટ એવું માન (જ્ઞાનનું સાધન) હોય તે “પ્રમાણ” કહેવાય. આ પ્રમાણે પ્રમા' શબ્દની વ્યુત્પત્તિ કરવામાં બે પ્રકારના વાક્ય વડે કરાતા જ્ઞાનના બે પ્રકાર હોવાથી પ્રમાણ બે પ્રકારે છે. અથવા ૧. પ્રત્યક્ષ અને ૨. પરોક્ષ એવો ભેદો વડે પ્રમાણ” બે પ્રકારે છે. એક વિશુદ્ધ શબદનચથી એક જ પ્રમાણઃ પ્રત્યક્ષ કે અથવા તો અક્ષ શબ્દ ૧. મન, ૨. ઇન્દ્રિય અને ૩. જીવ એ ત્રણેય અર્થમાં રૂઢ હોવાથી સર્વ પ્રકારનું જ્ઞાન પ્રત્યક્ષ' રૂપે છે. આથી મન આદિથી થતું જ્ઞાન પણ “પ્રત્યક્ષ કહેવાય. ફક્ત ૧. સાવરણ અને ૨. અનાવરણ એ બે તફાવતના લીધે તેના બે ભેદ પડે છે. (૧) સાવરણ એટલે (કર્મરૂપી) આવરણ સહિત આપણા જેવા છદ્મસ્થ જીવોને મન આદિ ત્રણેય પ્રકારની વસ્તુની અભિમુખતા થવાથી એક “પ્રત્યક્ષ' જ જ્ઞાન થાય છે. તે આ રીતે - (૧) આત્માની અભિમુખતા થવાથી સ્વપ્નમાં ભય, હર્ષ, ભોગ, ગમન (જવું), રાજ્યનો લાભ આદિ જ્ઞાન થાય છે. તથા (૨) મનની અભિમુખતાથી સ્મરણ, પ્રત્યભિજ્ઞા, વિતર્ક, વિપર્યય, નિર્ધારણ (નિશ્ચય) આદિ રૂપ જ્ઞાન થાય છે. તથા (૩) ઇન્દ્રિયોની અભિમુખતા વડે ચક્ષુ વગેરે ઇન્દ્રિયોના વિષયભૂત રૂપ આદિ વિષયક જ્ઞાન થાય છે. આ બધાં સાવરણ જીવોને થતાં પ્રત્યક્ષ જ્ઞાન છે. તથા જેઓ ૨. નિવારણ છે, એટલે કે (ઘાતી કરૂપ આવરણથી રહિત) કેવળજ્ઞાની આત્માઓ છે, તેઓને ફક્ત આત્માની અભિમુખતા વડે અર્થાત્ આત્મા વડે જ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. સ્વયંદમ્ (સ્વયં જોનારા/દષ્ટિવાળા) એટલે કે પ્રત્યક્ષ-જ્ઞાની આત્માઓને આત્માની અભિમુખતા વડે જ્ઞાન થાય છે. અર્થાત્ ફક્ત આત્મા વડે જ જ્ઞાન થાય છે. - વિશુદ્ધ એવા શબ્દ-નયના અભિપ્રાય વડે આ એક જ પ્રત્યક્ષ પ્રમાણ છે. એ વિષયમાં ૨. .પૂ.ના.-શો. જેના- મુ. | ર. પૂ. I વિષય રૂપા, મુ. I
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy