SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ तत्त्वार्थाधिगमसूत्रम् [ अ० १ कथं पुनरवध्रियते द्वे एवेति ? । उच्यते - अन्येषामत्रैवान्तर्भावात् प्रमाणान्तरत्वं निवार्यते, न प्रमाणत्वम् । कानिचिर्द्वा नैव प्रमाणानि, एतच्च द्वयमुत्तरत्र भाष्यकार एव दर्शयिष्यति । अथ द्वे प्रत्यक्षानुमाने इत्येवं द्वयं ग्राह्यमुतान्यथेत्याह एवं चान्यथेति च दर्शयति, 'परोक्षं प्रत्यक्षं च इति । प्रत्यक्षमित्येवं परोक्षमिति च अन्यथा, परोक्षं चास्माद् अनुमानमिति नोक्तं, सिद्धान्ते परोक्षमित्युपन्यासात् । "तं समासओ दुविहं पन्नत्तं, तंजहा - पच्चक्खं परोक्खं च” [नन्दीसूत्रे सू०२] इति । परैः इन्द्रियैरुक्षा - सम्बन्धंनं यस्य ज्ञानस्य तत् परोक्षं ज्ञानम् । एतदुक्तं भवति-इन्द्रियैर्निमित्तैः सद्भिर्यज्ज्ञानमात्मनि सम्बन्धमनुयाति तत् परोक्षं मतिश्रुतरूपम् । પ્રમાણો છે' એવો નિશ્ચય આપ શાથી કરો છો ? સમાધાન : અન્ય પ્રમાણોનો આ બે જ પ્રમાણોમાં અંતર્ભાવ/સમાવેશ થઈ જતો હોવાથી તેનો અલગ પ્રમાણ તરીકે નિષેધનિવારણ કરાય છે. અર્થાત્ (આ અપેક્ષાએ) તેને અલગ પ્રમાણ તરીકે સ્વીકારેલાં નથી. અથવા અન્ય વડે સ્વીકૃત પ્રમાણોમાંથી કેટલાંક તો પ્રમાણ જ નથી. આ બન્નેય વસ્તુ અહીં આગળ ભાષ્યકાર પોતે જ બતાવશે. પ્રશ્ન ઃ બે પ્રમાણો કઈ રીતે લેવાના છે ? દર્શન-શાસ્ત્રોમાં પ્રસિદ્ધ ૧. પ્રત્યક્ષ અને ૨. અનુમાન એ પ્રમાણે બે પ્રકારો ગ્રહણ કરવાના છે કે બીજી રીતે ? * જૈનદર્શનમાં બે પ્રકારના પ્રમાણો જવાબ : આ પ્રમાણે (પ્રત્યક્ષ-અનુમાન એમ) પણ બે પ્રકારો લેવાના અને બીજી રીતે પણ બે પ્રકારો ગ્રહણ કરવા યોગ્ય છે. એમ જણાવતાં ભાષ્યમાં કહે છે કે, પોક્ષ પ્રત્યક્ષ ૬ । (૧) પરોક્ષ અને (૨) પ્રત્યક્ષ એમ બે પ્રમાણો છે. આમાં ‘પ્રત્યક્ષ’ અંશ તમે કહ્યા મુજબ ગ્રહણ કરાય છે. અને બીજો ‘પરોક્ષ’ ભેદ એ જુદા સ્વરૂપે ગ્રહણ કરાય છે. અહીં પ્રત્યક્ષની અપેક્ષાએ અનુમાન એ ‘પરોક્ષ' છે માટે તેનું કથન કરેલું નથી, કારણ કે સિદ્ધાંતમાં ‘પરોક્ષ’ એ પ્રમાણે તેનો ઉલ્લેખ કરેલો છે. અર્થાત્ ‘અનુમાન'ને ઠેકાણે ‘પરોક્ષ’ને પ્રમાણરૂપે કહેલ છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે, તે સમાસો યુવિદું પત્નત, તં નહા पच्चक्खं परोक्खं च । (સ્૦ ૨) સૂત્રાર્થ : તે પ્રમાણ સંક્ષેપથી બે પ્રકારે કહેલું છે. તે આ રીતે - ૧. પ્રત્યક્ષ અને ૨. પરોક્ષ. તેમાં (૧) પરોક્ષઃ પર = એટલે ઇન્દ્રિયો, તેઓની સાથે રક્ષા એટલે સંબંધ, જે જ્ઞાનનો હોય તે ‘પરોક્ષ' જ્ઞાન કહેવાય. કહેવાનો આશય એ છે કે વિદ્યમાન એવી ૧. વ.પૂ.તા. । વિષ્વ મુ. | ૨. સર્વપ્રતિષુ । સંવન્યો॰ મુ. | —
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy