SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ तत्त्वार्थाधिगमसूत्रम् [अ० १ सामान्येन द्वयमपि, काययोगांजां पृथिव्यादीनां तरुपर्यन्तानां न द्वयं, कायवाग्योगभाजां द्वित्रिचतुरसंज्ञिपञ्चेन्द्रियाणां पूर्वप्रतिपन्नाः स्युः न तु प्रतिपद्यन्त इति । मनोवाक्काययोगानां द्वयम् । अनन्तानुबन्धिनामुदये न द्वयं, शेषकषायोदये द्वयम् । वेदत्रयसमन्वितानां द्वयमस्ति सामान्येन ; विशेषेणापि स्त्रीवेदे द्वयं पुरुषवेदे द्वयं, नपुंसकवेद एकेन्द्रियाणां न द्वयं, विकलेन्द्रियणामसंज्ञिपञ्चेन्द्रियपर्यवसानानां पूर्वप्रतिपन्नाः केचित् सन्ति, न प्रतिपद्यमानाः । संज्ञिपञ्चेन्द्रियनपुंसकेषु द्वयं नारकतिर्यङ्मनुष्याख्येषु । लेश्यासु उपारेतनीषु द्वयम्, आद्यासु પણ વર્તમાન ભવમાં પામનારા જીવો હોતાં નથી. સંજ્ઞિ-પંચેન્દ્રિય રૂ૫ ત્રસકાયમાં બેય પ્રકારના જીવો હોઈ શકે છે. (૪) યોગદ્વાર : યોગ-દ્વારમાં સામાન્યથી મન-વચન-કાયા રૂપ યોગોમાં બેય પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક જીવો હોય છે. વિશેષથી) કાય-યોગવાળા પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય સુધીના જીવોમાં બે ય પ્રકારના જીવો હોતાં નથી. જયારે કાય અને વચનરૂપ યોગવાળા બે-ત્રણ-ચાર-ઇન્દ્રિયવાળા અને અસંગ્નિ-પંચેન્દ્રિય જીવોમાં સમ્યક્ત્વને પૂર્વે પામેલાં જીવો હોય છે, પરંતુ તેઓ વર્તમાન ભવમાં સમ્યકત્વને પામતાં નથી. મનવચન-કાય એ ત્રણેય યોગવાળા અર્થાત્ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં સમ્યક્ત્વને પૂર્વે પામેલ અને પામતાં બે પ્રકારના જીવો હોય છે. (૫) કષાય-દ્વાર : અનંતાનુબંધી કષાયોનો ઉદય હોતે છતે બે ય પ્રકારના જીવો હોતાં નથી. જ્યારે શેષ અપ્રત્યાખ્યાનીય આદિના ઉદયે બેય પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક સમ્યકત્વવાળા જીવો હોઈ શકે છે. (૬) વેદ-દ્વારઃ સામાન્યથી ત્રણેય પ્રકારના વેદવાળા જીવોમાં સમકિતને પામેલાં અને પામનારા બે ય પ્રકારના જીવો હોય. વિશેષથી વિચારણા કરવામાં સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બેયના ઉદયે બેય પ્રકારના જીવો સંભવે છે. જ્યારે નપુંસકવેદનો ઉદય થયે એકેન્દ્રિય જીવોમાં બે પ્રકારના જીવો હોતા નથી. વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં કેટલાંક પૂર્વે સમ્યકત્વને પામેલાં હોય છે, પણ વર્તમાનમાં પામનારાં જીવો હોતાં નથી. સંજ્ઞી પંચેન્દ્રિય એવા નારક, તિર્યંચ અને મનુષ્યો રૂપ નપુંસક જીવોમાં બે પ્રકારનાં જીવો હોઈ શકે છે. (ન લેવા: ક્ષર-૧ દેવો નપુંસક હોતાં નથી) (૭) લેશ્યા-તાર : કૃષ્ણ વગેરે છ વેશ્યાઓમાં ઉપરની એટલે કે પાછળની ત્રણ ૧. પૂ.નિ. / યુગાંડ મુ. ૨. પરિવુ ના. 5. I રૂ. પારિપુ ! માનવI:૦૫. I . પરિવુ રૈ. . નુષ્ઠાપુ ! !
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy