SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थाधिगमसूत्रम् [o निर्वृत्तमौपशमिकं, क्षयेण-'परिशाटरूपेणोपशमेन च निर्वृत्तं क्षायोपशमिकम्, क्षयेण निर्वृत्तं क्षायिकम् । अत एषामौपशमिकादीनामिमां रचनामाश्रित्य परस्परस्य विशुद्धिप्रकर्षोनिर्मलता स्वच्छता तत्त्वपरिच्छेदितेत्यर्थः । औपशमिकं हि सम्यग्दर्शनं सर्वमलीमसम् अल्पकालत्वात्, भूयश्च मिथ्यात्वगमनात्, यतोऽन्तहूर्तमात्रं भवद् भवेत्, यदि च कालं तत्रस्थो न करोति एवं सति मिथ्यादर्शनमेव प्रतिपद्यत इत्यागमः । तस्माच्चौपशमिकात् १९६ = હોવાથી (સર્વોત્કૃષ્ટ હોવાથી) તેને અંતે મૂકે છે. (૧) તેમાં ‘ઉપશમ’ વડે એટલે કે ઉદયના વિઘાતથી અર્થાત્ અભાવથી નિવૃત્ત હોય = ઉત્પન્ન થયેલ હોય તે ઔપશમિક કહેવાય. તથા (૨) ક્ષય એટલે કે નાશ અને ઉપશમ એ બેથી જન્મેલ હોય તે ક્ષયોશમિક સમ્યગ્દર્શન અને (૩) ફક્ત ક્ષય વડે (દર્શન મોહનીયના)નાશપૂર્વક જન્ય જે સમ્યગ્દર્શન તે ‘ક્ષાયિક' કહેવાય. આથી આ ઔપશમિક આદિની આ પ્રમાણે રચનાને આશ્રયીને અર્થાત્ ભાષ્યમાં કરેલાં ઉલ્લેખના ક્રમની અપેક્ષાએ ઉત્તરોત્તર (એકબીજાની અપેક્ષાએ) વિશુદ્ધિનો પ્રકર્ષ એટલે કે નિર્મળતા, સ્વચ્છતા અર્થાત્ તત્ત્વનું જાણપણું હોય છે. એનું કારણ એ છે કે, ઔપમિક સમ્યગ્દર્શન સૌથી વધુ મિલન છે. એટલે કે અશુદ્ધિના પ્રકર્ષ અને શુદ્ધિના અપકર્ષવાળું હોય છે. કેમ કે, તેનો કાળ અલ્પ છે અને ફરી પાછો તે જીવ (પ્રાયઃ) મિથ્યાત્વે (અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકે) જાય છે. કારણ કે ફક્ત અન્તર્મુહૂર્ત સુધી વિદ્યમાન રહે છે અને જો ઔપમિક સમ્યગ્દર્શનમાં રહેલો જીવ કાળ ન કરે, મૃત્યુ ન પામે તો તે જીવ મિથ્યાદર્શનને (૧લાં ગુ.સ્થા.ને) જ પામે છે, એ પ્રમાણે આગમ-વચન છે આમ તે કંઈક શુદ્ધિના અપકર્ષવાળુ છે. ચંદ્રપ્રભા : ઔપશમિક સમ્યગ્દર્શનમાં કાળ ન કરે તો મિથ્યાત્વને પામે. એવો આગમ છે એમ કહ્યું. આ મતાંતર જણાય છે. કર્મગ્રંથના મતે તો ઉપશમ સ.દ.ના અંતે ત્રણ પુંજ કરવાથી જો શુદ્ધ પુંજ ઉદયમાં આવે તો ક્ષાયોપશમિક સ.દ.ને પામે અને મિશ્ર અથવા અશુદ્ધ પુંજ ઉદયમાં આવે તો ક્રમશઃ મિશ્ર અને મિથ્યત્વ ગુણઠાણાને પામે છે. આમ ઉપશમ-સમકિત પછી તુરત ક્ષાયોપશમિક-સમકિતને પણ પામી શકે છે. ઇત્યાદિ મતાંતર જાણવો. (વિશેષાવ૦ શ્લો૦ ૧૨૧૮ ભા૦ આ. હેમચંદ્રસૂરિષ્કૃત ટીકા) પ્રેમપ્રભા : અને તે ઔપમિક કરતાં ક્ષાયોપમિક સમ્યગ્દર્શન વિશુદ્ધતર = અધિક વિશુદ્ધ છે, કારણ કે, તે ઘણાં લાંબા કાળ સુધી રહેનારું છે. કેમ કે, ઉત્કૃષ્ટથી જોઈએ તો સાધિક ૬૬ (છાંસઠ) સાગરોપમ કાળ સુધી તે સમ્યગ્દર્શનનું અવસ્થાન કહેલું છે. આથી ૧. પાવિવુ, નૈ. । ૩પર૦ મુ. | ૨. પાવિભુ ! પરમ્ય પરણ્ય૰ મુ. । રૂ. પાલિઘુ | ના. મુ. | ૪. વ.પૂ.તા.-શો । તા:૦ મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy