SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ तत्त्वार्थाधिगमसूत्रम् [૦૨ भा० स्थितिः । सम्यग्दर्शनं कियन्तं कालम् ? । सम्यग्दृष्टिर्द्विविधा । सादिः सपर्यवसाना सादिरपर्यवसाना च । सादि सपर्यवसानमेव सम्यग्दर्शनम् । ચંદ્રપ્રભા : કહેવાનો આશય એ છે કે સ્વામિત્વ દ્વારના નિરૂપણ વખતે સમ્યગદર્શન કોનું કહેવાય ? એના સ્વામી કોણ કહેવાય ? એના જવાબમાં કહેલું કે, નિશ્ચય/વાસ્તવિક દૃષ્ટિથી તો સમ્યગદર્શન જેમાં અવિભાગ રૂપે એટલે કે એકમેક થઈને છૂટું ન પડી શકે એ રીતે રહેલું છે, તે આત્મા તેનો સ્વામી/માલિક છે. માટે આત્માનું સમ્યગુદર્શન કહેવાય. પણ વ્યવહારનયથી અર્થાત્ ઉપચારદષ્ટિથી વિચારીએ તો તે સમ્યગદર્શન ઉત્પન્ન થવામાં નિમિત્ત રૂપ જે જીવ = સાધુ વગેરે અથવા અજીવ = પ્રતિમાદિ છે, તે પણ તેના સ્વામી કહેવાય. તેમ પ્રસ્તુતમાં પણ સમ્યગુદર્શનનો આધાર કોણ ? એવી વિચારણા કરવામાં વસ્તુતઃ = નિશ્ચયથી તો સમ્યગુદર્શનનો આધાર જીવ જ છે. આથી (૧) આત્મારૂપ સંન્નિધાનથી (આધારની અપેક્ષાએ) જીવમાં પોતાનામાં સમ્યગુદર્શન છે - અવિભાજયરૂપે રહેલું છે, તે નિશ્ચયદષ્ટિથી સમજવું. ઔપચારિક રીતે - વ્યવહાર નથી તો સમ્યગદર્શનના આધાર તરીકે બીજી વસ્તુ અર્થાત્ બાહ્ય વસ્તુ પણ કહેવાય. જેમ કે, (૨) બાહ્ય-સંનિધાનથી એટલે બાહ્ય - આધાર સ્વરૂપ સાધુરૂપ જીવમાં તે સમ્યગુદર્શન છે અથવા બાહ્ય-સંનિધાન રૂપ અજીવ-પ્રતિમાદિને વિષે તે સમ્યગદર્શન છે અથવા (૩) ઉભય-સંનિધાનથી એટલે આત્મારૂપ આંતરિક (અંતરંગ) આધાર/સંનિધાન અને નિમિત્તભૂત સાધુ-પ્રતિમાદિરૂપ બાહ્ય-સંનિધાન (આધાર) એ બેયની આધાર તરીકે વિવક્ષા કરાય ત્યારે ઉભય-સંનિધાન ઉભય-આધારમાં સમ્યગુદર્શનરૂપ ત્રીજો ભાંગો પણ ઘટે છે. તથા ઉભય-સંનિધાન પક્ષે પૂર્વે સ્વામિત્વ દ્વારમાં કહ્યા મુજબ - આંતર અને બાહ્ય આધાર પૈકી કોઈ એક આધારની વિવક્ષા કરાય ત્યારે છ ભાંગા થાય છે તે ત્યાજ્ય છે કેમ કે ત્યારે ઉભયની વિવક્ષા નથી. પરંતુ જ્યારે આત્મારૂપ આંતરિક આધારની વિવક્ષા હોય અને નિમિત્તરૂપ સાધુ આદિ જીવની અને પ્રતિમા આદિ અજીવની - બેયની વિવક્ષા કરાય ત્યારે એક, બે કે ઘણા સાધુરૂપ જીવ અથવા એક, બે કે ઘણી પ્રતિમાદિ રૂપ અજીવ એવા વિકલ્પો થવાથી કુલ છ ભાંગા ગ્રાહ્ય થાય છે, એમ વિચારવું. પાંચમું સ્થિતિ-વાર : હવે સ્થિતિદ્વારનો ભાષ્યમાં પ્રસ્તાવ કરે છે. ભાષ્ય : સ્થિતિ-વાર કહેવાય છે. પ્રશ્ન : સમ્યગદર્શન કેટલાં કાળસુધી (પ્રાપ્ત થયા બાદ) રહે છે ? જવાબ : સમ્યગુદૃષ્ટિ આત્મા બે પ્રકારે છે. (૧) સાદિ સાન્ત (સપર્યવસાન) અને (૨) સાદિ અનંત (અપર્યવસાન). સમ્યગુદર્શન સાદિ સાંત જ હોય છે. તે જઘન્યથી
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy