________________
સૂ૦૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१४३ शिष्य आह-कथं भवर्ता तत्त्वानां जीवादीनामधिगमः कृतः? यदि च केनाप्युपायेनाधिगतानि भवन्ति ततो युक्तं कथनमन्यस्मै एतानि तत्त्वानीति ? उच्यतेતે નામાદિ નિક્ષેપ પણ જીવાદિ તે તે વસ્તુના ધર્મ હોવાથી અને ભાવ-વસ્તુના બોધનું અથવા પ્રાપ્તિનું કારણ બની શકવાથી તેઓની પણ ઉપર જણાવ્યા મુજબ તીર્થંકરાદિ વસ્તુ - વિશેષના વિષયમાં ઉપાદેયતા = ગ્રાહ્યપણું અમ્મલિત છે. વળી કોઈનું નામ રમેશ કે જગદીશ પાડવામાં આવે અને પછી તે રીતે વ્યવહાર પણ કરાય છે. પછી કોઈ તે બેને ક્રમશઃ, એય રમલા ! એય જગલા ! એમ કહીને બોલાવે તો દુઃખ કોને થશે? રમેશને અથવા જગદીશને જ ને? શા માટે ? કારણ કે, હવે તે બે નામ પણ ક્રમશઃ રમેશ અને જગદીશના જીવના પર્યાયો = ધર્મો બની ગયા છે. એને વિકૃત કરવાથી તે નામ-ધર્મવાળા રમેશ અને જગદીશને માઠું લાગે છે. આ રીતે કોઈના માતા-પિતાની છબિ ઉપર કોઈ પગ મૂકશે તો તે પુત્ર આદિને દુઃખ થશે, કેમ કે, સ્થાપના રૂપ માતા-પિતાદિ પણ પોતાના સાચા માતા-પિતાના ધર્મો છે. આથી જ તો રોજ એ જ તેઓના દર્શન કરીને કૃતાર્થ થતો હોય છે. વળી પોતાની છબિને પણ કોઈ બગાડશે તો દુઃખ થવાનો સંભવ છે, એ બતાવે છે કે તેવી છબિ પણ વસ્તુનો ધર્મ છે. તથા દ્રવ્ય અવસ્થામાં પણ કોઈ રાજપુત્ર હજી રાજા થયો નથી, તો પણ ભાવિ રાજા બનવાનો છે તેવા ખ્યાલથી તે રાજપુત્રની બરોબર રાજાની જેમ ખાસ સુરક્ષા, સેવા, વિનયાદિ કરાય છે. આમ દ્રવ્ય-નિક્ષેપ પણ વસ્તુનો ધર્મ છે, આ અપેક્ષાએ મહત્ત્વનો છે.
જો કે જીવાદિ વસ્તુની વ્યાખ્યા કરવાના પ્રસંગે નામ, સ્થાપના નિક્ષેપનું ખાસ મહત્ત્વ ન હોવાથી તથા સરળ હોવાથી ઘણીવાર ટીકા ગ્રંથોમાં તેની વ્યાખ્યા છોડી દેવાય છે. પ્રસ્તુત ટીકામાં પણ શ્રી સિદ્ધસેન ગણિવરે અજીવાદિ તત્ત્વોની વ્યાખ્યા કરતી વેળાએ બંધ વગેરે ચાર તત્ત્વોની તેમજ સમ્યગદર્શન આદિ ત્રણના નામ, સ્થાપના એ નિક્ષેપાઓ જણાવેલ નથી. વ્યાખ્યા ગ્રંથમાં દ્રવ્યની કંઈક મહત્તા ઉપયોગિતા હોય છે અને ભાવની મહત્તા – ઉપયોગિતા હોવામાં તો કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે એ તો મુખ્ય અભિધેય = વિષય હોય છે.
પૂર્વે કહેલ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેય નિક્ષેપના પરસ્પર સમાન-ધર્મો (સાધમ્ય), વિલક્ષણ-ધર્મો = વૈધર્મ અને કાર્ય-કારણભાવ આદિ વિશેષ બોધ માટે વિશેષાવશ્યકભાષ્ય આદિ જોવું જરૂરી છે.
પ્રેમપ્રભા : સૂત્રનું અવતરણ : અહીં શિષ્ય પ્રશ્ન કરે છે. પ્રશ્ન : આપના વડે જીવાદિ તત્ત્વાનો અધિગમ બોધ શી રીતે કરાયો ? જો આપે કોઈપણ ઉપાય વડે તત્ત્વોનો અધિગમ કરેલો હોય તો તે ઉપાયો બીજાને કહેવા યોગ્ય છે કે “આ તત્ત્વો છે' અર્થાત્ તત્ત્વોને
૨. પૂ. | માવતી મુ. |