________________
१३४
तत्त्वार्थाधिगमसूत्रम्
[ મ ? केचित् पुनर्बुवते यदित्यणुकादि द्रव्यतो द्रव्यं च इति तृतीयार्थे पञ्चम्यर्थे वा तसिरुत्पाद्यः । द्रव्यैः सम्भूय यत् क्रियते, यथा बहुभिः परमाणुभिः सम्भूय स्कन्धस्रिप्रदेशिकादिरारभ्यते तद् द्रव्यद्रव्यम् । अथवा यद् द्रव्यात् तस्मादेव स्कन्धात् त्रिप्रदेशिकादेर्यदैकः परमाणुः पृथग्भूतो भवति तदा तस्माद् भिद्यमानात् त्रिप्रदेशिकात् स्कन्धात् परमाणुश्च निष्पद्यते द्विप्रदेशिकश्च स्कन्ध इति, स परमाणुरपि द्रव्यद्रव्यं द्विप्रदेशिकोऽपि द्रव्यद्रव्यं भवतीति । तच्चैतद् द्रव्यद्रव्यं पुद्गलद्रव्यमेव भवतीति प्रत्येतव्यम्। न हि जीवादिद्रव्यमन्यैः सम्भूयारभ्यते, न चान्यस्मात् भिद्यमानात् तन्निष्पद्यत इति । परमाणवस्तु सम्भूयान्यदारभन्ते, अतश्च निष्पद्यन्त इति । यतः पञ्चमेऽध्यायेऽभिधास्यते अणवः स्कन्धाः (५-२५) इत्यादि, अणवः परमाणवः, स्कन्धाः द्विप्रदेशिकादयः, सङ्घातात् स्कन्धा भेदादणवो निप्पद्यन्त इति । भावद्रव्यमिति चैकं विन्यस्य भावतो द्रव्याणि बहून्युपक्षिपतः
દ્રવ્યમાંથી સંઘાત અને ભેદ વડે દ્રવ્ય ઉત્પન્ન થાય છે પ્રેમપ્રભા : વળી કેટલાંક આચાર્ય કહે છે કે દ્રવ્યતા વ્યક્ = જે દ્રવ્ય વડે અથવા દ્રવ્યમાંથી થયેલ (અણુ વગેરે) દ્રવ્ય તે દ્રવ્ય-દ્રવ્ય કહેવાય. દ્રવ્યતઃ અહીં તૃતીયા અથવા પંચમી વિભક્તિના અર્થમાં ત{ પ્રત્યય જાણવો. તેમાં તૃતીયાપક્ષે અર્થ જણાવે છે - ઘણા દ્રવ્યો વડે ભેગા મળીને જે દ્રવ્ય કરાય, જેમ કે, ઘણા પરમાણુઓ વડે ભેગા મળીને જે ત્રિપ્રદેશિક = ત્રણ પ્રદેશવાળા વગેરે સ્કંધો રચાય/બનાવાય છે, તે દ્રવ્ય-દ્રવ્ય કહેવાય. અથવા (પંચમી-પક્ષે) તે જ ત્રિપ્રદેશિક વગેરે સ્કંધમાંથી જ્યારે એક પરમાણુ છૂટો પડે છે, ત્યારે જુદાં પડેલાં તે ત્રણ પ્રદેશવાળા સ્કંધમાંથી એક પરમાણુ અને બે-પ્રદેશવાળો સ્કંધ ઉત્પન્ન થાય છે, તે પરમાણુ પણ દ્રવ્ય-દ્રવ્ય કહેવાય અને બે-પ્રદેશવાળો સ્કંધ પણ દ્રવ્ય-દ્રવ્ય કહેવાય. અને આ પ્રમાણે ઉત્પન્ન થતું દ્રવ્યદ્રવ્ય એ પુદ્ગલ દ્રવ્ય જ છે એમ જાણવું, કારણ કે બીજા જીવાદિ દ્રવ્યો એ અન્ય કોઈ વસ્તુથી ભેગા મળીને કરાતાં નથી, બનતાં નથી અને અન્ય વસ્તુઓનો ભેદ થવાથી પણ ઉત્પન્ન થતાં નથી. જ્યારે, પરમાણુઓ તો ભેગાં મળીને બીજી વસ્તુને ઉત્પન્ન કરે છે અને તે જ ઉત્પન્ન થયેલ વસ્તુનો ભેદ થવાથી પાછા (પરમાણુઓ) ઉત્પન્ન થાય છે, કારણ કે, પાંચમાં અધ્યાયમાં અાવ: ચાશ = સૂ. પ/૨૫] ઇત્યાદિ સૂત્રમાં વિધાન કરાશે કે, અણુઓ = એટલે પરમાણુઓ અને સ્કંધો = એટલે દ્વિ-પ્રદેશવાળા વગેરે પુદ્ગલો, તેઓનો સંઘાત થવાથી = સમૂહ રૂપે (ભેગા)થવાથી કંધો બને છે અને સ્કંધોનો ભેદ થવાથી તેમાંથી પરમાણુઓ જન્મે છે.
૨. પારિપુ ! ના. મુ. | ૨. પૂ. I દ્રવ્ય ના. મુ. I રૂ. પૂ. I તત: મુ !