SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ तत्त्वार्थाधिगमसूत्रम् [મ૦ ૨ इत्यादिना । चेतना ज्ञानं सा यस्यास्ति तच्चेतनावत्, तद्विपरीतमचेतनम् । द्रव्यस्येति प्रदर्शनमिदं, गुणक्रिययोरपि नामादि चतुष्टयप्रवृत्तेः । अथवा द्रव्यस्य प्राधान्यमाविष्करोति, यतस्तदेव द्रव्यं गुणक्रियाऽऽकारेण वर्तते, कोऽन्यो गुणः क्रिया वा द्रव्यमन्तरेण ? वर्णकविरचनामात्रक्रमप्राप्तनानात्वनटवद् द्रव्यमेव तथा तथा विवर्तते अतो न स्तः केचिद् गुणक्रिये द्रव्यास्तिकनयावलम्बने सतीति । अतस्तस्य द्रव्यस्य कस्यचित् नाम क्रियते व्यवहारार्थं संज्ञा-संकेतः क्रियते । कीदृगित्यत आह-जीव इति । इतिना स्वरूपे जीवशब्दः ચંદ્રપ્રભાઃ દા.ત. કોઈ પુરુષનું નામ “જીવાભાઈ રખાય ત્યારે તો તેમાં પ્રાણને ધારણ કરવું, અથવા ચેતનાવાળાપણું રૂપ “જીવ' શબ્દનો વાચ્ય ખરો અર્થ ઘટે છે.... પણ કોઈ ઉપાશ્રય વગેરે મકાનનું “જીવાભાઈ નામ રખાય ત્યારે તો તે ઉપાશ્રય-મકાન અચેતન હોવાથી તેમાં “જીવ’ શબ્દનો અર્થ ઘટતો નથી. માટે અહીં શું તાત્પર્ય છે ? આનો જવાબ ભાષ્યમાં આપતાં કહે છે પ્રેમપ્રભા : જવાબ : ચેતન (ચેતનાયુક્ત) અથવા અચેતન એટલે અજીવ, જડ એવા દ્રવ્યનું “જીવ' એવું જે નામ રખાય તે “નામ-જીવ' કહેવાય, એમ સમસ્ત અર્થ છે... ટીકાથી તેના દરેક અંશોનો અર્થ જોઈએ - ચેતના = એટલે જ્ઞાન, તે જેમાં હોય તે ચેતનાવાળું (ચેતનાવ) કહેવાય... તેનાથી વિપરીત એટલે કે, ચેતનાથી રહિત હોય તેને “અચેતન” કહેવાય. આવા ચેતન કે અચેતન એવા દ્રવ્યસ્ય = દ્રવ્યનું... આ દ્રવ્યનું ગ્રહણ તો પ્રદર્શન માત્ર છે, બતાવવા પૂરતું (ઉપલક્ષણ) છે, બાકી ગુણ અને ક્રિયા (કર્મ)ના પણ નામાદિ નિક્ષેપાઓ થાય છે, પ્રવર્તે છે. અથવા ‘દ્રવ્ય'નું ગ્રહણ દ્રવ્યની પ્રધાનતા પ્રગટ કરે છે, કારણ કે, તે દ્રવ્ય જ ગુણ અને ક્રિયા રૂપે વર્તે છે, દ્રવ્ય સિવાય, દ્રવ્યથી અન્ય ગુણ કે ક્રિયા શું છે ? અર્થાત્ દ્રવ્ય ન હોય તો ગુણ શું અને ક્રિયા શું ? દ્રવ્ય વિના ગુણ-ક્રિયાનું સ્વતંત્ર અસ્તિત્વ હોવું સંભવતું નથી... જેમ કોઈ નટ એ જુદા જુદા વેષની રચના માત્રના ક્રમથી જુદા જુદા વિભિન્ન રૂપને પ્રાપ્ત કરે છે, તેમ દ્રવ્ય જ તે તે (ગુણ-ક્રિયાદિ) વિભિન્નરૂપે પરિવર્તન પામે છે. આથી દ્રવ્યાસ્તિક-નય'નું આલંબન કરવામાં ગુણ-ક્રિયા જેવી કોઈ વસ્તુ નથી. આથી દ્રવ્યની જ પ્રધાનતા હોવાથી કહ્યું છે કે, તે કોઈ દ્રવ્યનું “જીવ’ એ પ્રમાણે નામ જિયતે નામ કરાય છે એટલે કે વ્યવહાર માટે સંજ્ઞાનો સંકેત કરાય છે. અર્થાત્ આ નામથી આ વસ્તુનો બોધ કરવો, ઓળખવી, એમ સંકેત કરાય એટલે કે શબ્દમાં તેવી શક્તિસંબંધ સ્થાપિત કરાય છે... પ્રશ્ન : કેવો સંકેત કરાય? (તે કહે છે) જવાબ : નવ તિ “જીવ’ એ પ્રમાણે સંકેત કરાય તે “નામજીવ’ કહેવાય. તિ” શબ્દ ૨. દ્રવ્યસ્થ સ્થ૦ મુ. ધw: |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy