________________
ક્રૂ ૪ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
९३
नास्तीयत्ता, तस्माद् भाष्याद् न निर्णयोऽतः इयत्तापरिज्ञानाय प्रश्नः । सूरिराह- अत्रोच्यते । अत्र भाष्यगते' भवत्प्रदर्शिते तत्त्वशब्दे यदभिधेयं तदियत्तया निर्वृत्तस्वरूपमुच्यते
सू० जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥१-४॥
भा० जीवा अजीवा आस्रवा बन्धः संवरो निर्जरा मोक्ष इत्येष सप्तविधोऽर्थत्त्वम् । एते वा सप्त पदार्थास्तत्त्वानि ।
टी० जीवाजीवास्त्रवेत्यादिना । समासपदं चैतत् समासपदे च विग्रहमन्तरेण न सुखेन प्रतिपत्तिः परस्मै शक्या कर्तुं इत्यतो विग्रहयति - जीवा अजीवा इत्यादि । जीवा औपशमिकादिभावान्विताः साकारानाकार - प्रत्ययलाञ्छनाः शब्दादिविषयपरिच्छेदिनोऽतीतानागतवर्तमानेषु समानकर्तृकक्रियाः तत्फलभुजः अमूर्तस्वभावाः । एभिरेव धर्मैर्वियुता अजीवाः
સૂત્ર- નીવાનીવાસ્તવવધસંવનિનુંરામોક્ષાસ્તત્ત્વમ્ ॥ ૧-૪ ॥ સૂત્રાર્થ : જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ (સાત) તત્ત્વો છે. પ્રેમપ્રભા : નીવાનીવાસ્રવ ઈત્યાદિ.... આ સમાસ-પદ (અનેક પદોના સમૂહરૂપ પદ) છે અને સમાસ-પદ હોય, ત્યાં સમાસનો વિગ્રહ (પરચ્છેદ પદ વિભાગ) કર્યા વિના તેના અર્થનો સુખેથી બીજાને બોધ કરાવવો શક્ય નથી... આથી ભાષ્યકાર સૂત્રસ્થ સમાસ-પદનો વિગ્રહ કરીને = સમાન અર્થવાળું વાક્ય કરીને જણાવે છે.
=
ભાષ્ય : (૧) જીવ (૨) અજીવ (૩) આશ્રવ (૪) બંધ (૫) સંવર (૬) નિર્જરા અને (૭) મોક્ષ આ સાત પ્રકારનો અર્થ એ તત્ત્વ છે. અથવા આ સાત પદાર્થો તત્ત્વો છે.
* જીવાદિ સાત તત્ત્વોનું સ્વરૂપ
પ્રેમપ્રભા : જીવ, અજીવ ઈત્યાદિ ભાષ્યમાં કહ્યું, તેનું સંક્ષેપથી સ્વરૂપ બતાવતાં ટીકામાં કહે છે - (૧) જીવતત્ત્વનું સ્વરૂપ : જેઓ (i) ઔપમિક (= ઉપશમ રૂપ અથવા ઉપશમ વડે થયેલ) વગેરે આગળ કહેવાતાં ભાવોથી યુક્ત હોય, તેમજ (ii) સાકાર = જ્ઞાનના અને અનાકાર = દર્શનના પ્રત્યય = ઉપયોગ રૂપ લક્ષણવાળા છે, તથા (iii) શબ્દ વગેરે ઈન્દ્રિયોના વિષયનો બોધ કરનારા છે, વળી (iv) ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળમાં જેનો એક જ સમાન કર્તા છે, તેવી ક્રિયાવાળા = ક્રિયાના કરનારા
o. પૂ. । ના. મુ. | ૨. ૩. પૂ. । નિવૃત્ત૰ મુ. |