SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ८७ सू० ३ ] तस्यापि सतोभवतः परिणामविशेषात्, परिणामोऽध्यवसायश्चित्तं तस्य विशेषः, स एव वा पूर्वं जघन्यमङ्गीकृत्य परः परः शुभो विशेष इत्युच्यते । परिणामविशेषश्चेह यथाप्रवृत्तकरणमभिमतं, ततः परं अपूर्वकरणं, अप्राप्तपूर्वं तादृशं अध्यवसायान्तरं जीवेनेत्यपूर्वकरणमुच्यते ग्रन्थि विदारयतः । ततश्च ग्रन्थिभेदोत्तरकालभाव्यनिवैर्त्तिकरणमासादयति, यतस्तावन्न निवर्तते यावत् सम्यक्त्वं न लब्धमित्यतोऽनिवर्त्तिकरणं, ग्रन्थान्तरें प्रसिद्धत्वात् भाष्यकारेण अनिवर्त्ति नोपात्तं करणम् । अवश्यॆन्तया वा सम्यग्दर्शनं लभमानस्तल्लभत इति काक्वाऽभ्युपेतमेव, કાળ અને ઉત્કૃષ્ટથી વધુમાં વધુ ‘અપાર્ધ પુદ્ગલપરાવર્ત' કાળ સુધી સમ્યક્ત્વ વિનાનો મિથ્યાર્દષ્ટિ તરીકે રહીને પછી જીવ ફરી સમ્યક્ત્વને પામે છે. આમ જ્યારે જીવ સમ્યક્ત્વને વમીને, છોડીને પૂર્વોક્ત કાળ સુધી મિથ્યાદષ્ટિપણાને પામે છે ત્યારે જીવ સાદિ મિથ્યાર્દષ્ટિવાળો થાય છે. આમ ઉપર કહ્યા મુજબ ૧. અનાદિ અથવા ૨. સાદિ એવા પણ મિથ્યદૃષ્ટિવાળા જીવને ‘પરિણામ વિશેષથી’ તેવું અપૂર્વકરણ થાય છે, (જેથી ઉપદેશ વિના સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે.) એટલે પરિણામના વિશેષથી = ભેદથી અથવા વિશેષ પ્રકારના પરિણામથી... પરિણામ = એટલે જીવના અધ્યવસાય, ચિત્ત. તેનો વિશેષ તે પરિણામવિશેષ કહેવાય. અથવા તે જ ‘પરિણામ' પહેલાં જઘન્ય (સામાન્ય) કક્ષાના લઈને પછી તેની અપેક્ષાએ બીજા બીજા આગળના અધિક શુભ હોય તે ‘વિશેષ’ કહેવાય. અહીં પરિણામ-વિશેષ તરીકે ‘યથાપ્રવૃત્તકરણ’ લેવું ઈષ્ટ છે... ત્યાર પછી ગ્રંથિને = પૂર્વ કહેલ રાગ-દ્વેષના પરિણામનીનિબિડ ગાંઠને વિદારતાં-ભેદ કરતાં એવા જીવને તેવા પ્રકારનું-એટલે કે જીવ વડે પૂર્વે ક્યારેય પ્રાપ્ત કર્યા ન હોય એવા વિશેષ પરિણામ/અધ્યવસાય રૂપ - અપૂર્વકરણ થાય છે... જેથી તે જીવ ગ્રંથિનો ભેદ કરીને પછીના (ઉત્તર) કાળે પ્રાપ્ત થનાર એવા ‘અનિવર્તિકરણ’ ને પામે છે. અહીં ટીકામાં અપૂર્વકરણ પછી ‘અનિવર્તિકરણ' ને પામે છે એમ કહ્યું... તે એટલાં માટે કે, (ગ્રંથિ ભેદ પછી) જ્યાં સુધી જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તેના પરિણામો પાછા ફરતાં નથી, પડતાં નથી. આથી અનિવર્તિ = પાછા નહીં હટવાના સ્વભાવવાળું કરણ = એટલે પરિણામ, તે અનિવર્તિકરણ’ કહેવાય... ન શંકા : સમ્યગ્દર્શનની પ્રાપ્તિની પ્રક્રિયામાં ઘટક તરીકે આવતાં ‘અનિવર્તિકરણ’ રૂપ કરણનો ભાષ્યમાં ઉલ્લેખ શા માટે કરેલો નથી ? સમાધાન : આ ‘અનિવર્તિ’ સ્વરૂપ ‘કરણ’ (પરિણામ) અર્થાત્ ‘અનિવર્તિકરણ’ અન્ય ગ્રંથોમાં પ્રસિદ્ધ હોવાથી ભાષ્યકાર ભગવંતે ૧. સર્વપ્રતિષુ । પ્રવૃત્તિ મુ. | ૨. સર્વપ્રતિષુ । અનિવૃત્તિ॰ મુ. । રૂ. પારિવુ । વૃત્તિનાં નોપાત્ત મુ. | ૪. પૂ. । ન્તર૦ મુ. | 、. પાવિષુ | વશ્યત॰ મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy