________________
( ૪૮) નયમાર્ગદર્શક સામાન્યને માન નથી, તેથી લોકવ્યવહાર પ્રધાન જે નય, તે વ્યવહારનય કહેવાય છે.
અથવા વિનિશ્ચયને અર્થ વિશેષ નિશ્ચય પણ થાય છે. એ ઉપરથી ગોવાળ વિગેરેની અલ્પમતિ સ્ત્રી અને બાળકો જે અર્થને જાણે, તેવા અર્થમાં જે પ્રવતે, તે વ્યવહારનય કહેવાય છે.
નયચંદ્ર–મહાનુભાવ, તેને માટે વિશેષ સ્પષ્ટ કરી સમજાવે.
સૂરિવર–ભદ્ર નયચંદ્ર, એક માટીને ઘડે છે, તેની અંદર પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ નિશ્ચયથી રહેલા છે, પણ જો તે ઘડે કેઈ અલ્પમતિ શેવાળની સ્ત્રીને બતાવીએ તે તે જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અધિક હશે, તે દેખાશે અને તે કહી જણાવશે–બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તે માનશે નહીં, એ વ્યવહારનય કહેવાય છે.
નયચંદ્ર, ભગવન, હવે વ્યવહારનયનું સ્વરૂપ યથાર્થ રીતે મારા સમજવામાં આવ્યું છે.
સૂરિવર–ભદ્ર નયચંદ્ર, એ પ્રમાણે નૈગમ, સંગ્રહ અને વ્ય વહાર–એ દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ મેં કહ્યા છે, હવે નિત્યને સમય થઈ ગયું છે, તેથી આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે.”
આ પ્રમાણે કહી સૂરિવરે પિતાનું વ્યાખ્યાન સમાપ્ત કર્યું, એટલે નયચંદ્ર પોતાના કુટુંબ સાથે સૂરિવરને વંદના કરી ત્યાંથી સ્વસ્થાન પ્રત્યે ચાલ્યો ગયો. સૂરિવર પણ પિતાના શિષ્યોની સાથે પિતાની આવશ્યક ક્રિયામાં પ્રવર્યા હતા.