________________
( ૩૬ ) નયમાર્ગદર્શક.
અર્થ–ભવ્ય જીવરૂપી કમલને વિકાશ કરવામાં સૂર્ય સમાન, ધર્મને આપનારા અને સંસારમાંથી ઉદ્ધાર કરનારા ધર્મના નાયક શ્રી વીર પ્રભુને હું વંદના કરું છું. ૧
આ પ્રમાણે મંગળાચરણ કર્યા પછી આનંદસૂરિએ પિતાના ઉપદેશને આરંભ કર્યો–હે ભવ્યાત્મા નયચંદ્ર, સુધા, અને જિજ્ઞાસુ, તમે સાવધાન થઈને સાંભળજે–ગઈ કાલે તમને દ્રવ્યાર્થિક નયના દશ ભેદ સમજાવ્યા છે, આજે પર્યાયાર્થિકનય વિષે સમજાવ. વામાં આવશે. પર્યાય એ શબ્દને અર્થ પ્રથમ જાણ જોઈએ, જે ઉત્પત્તિ તથા વિનાશને પ્રાપ્ત થાય, તે પર્યાય કહેવાય છે, તેને માટે આગમમાં લખે છે કે -
* अनादिनिधने अव्ये स्वपर्यायाः प्रतिक्षणं ।
उन्मजंति निमज्जति जलकबोलवजले ॥१॥ ભાવાર્થ-અનાદિ અને અનંત એવા દ્રવ્યમાં તેના પિતાના પય જલમાં તરંગની જેમ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. ૧
તે પથ છ છ પ્રકારે હાનિ અને વૃદ્ધિ અને રૂપે ગણાય છે. શાસ્ત્રકારોએ તે પર્યાયના બે પ્રકાર કહેલા છે. ૧ સહભાવી ૫. ર્યાય અને ૨ કામભાવી પર્યાય, જે સહભાવી પર્યાય, તે દ્રવ્યને ગુણ કહેવાય છે, અને ક્રમભાવી પર્યાય, તે પર્યાય છે.
આ વખતે નયચંદ્ર પ્રશ્ન કર્યો–ભગવન, તે પર્યાયના સહભાવી અને ક્રમભાવી એવા જે ભેદ કહ્યા, તે કઈ દાખલે આપી સમજાવે, તે અમારી ઉપર ઉપકાર થશે.
આનંદસૂરિશાંતતાથી બેલ્યા–ભદ્ર નયચંદ્ર, જેમ આત્મા એ પદાર્થ છે, તેની અંદર જે વિજ્ઞાન શકિત છે, તે તેને સહભાવી પર્યાય કહેવાય છે, અને આત્માને જે સુખ, દુઃખ, શેક, હર્ષ વગેરે થાય છે, તે તેને કમભાવી પર્યાય કહેવાય છે.