________________
નયમાર્ગદર્શક ( ૧૭ ) ૨ દર્શન, ૩ સુખ, ૪ વીર્ય, ૫ સ્પર્શ, ૬ રસ, ૭ ગંધ, ૮ વર્ણ, ૯ ગતિ હેતુત્વ, ૧૦ સ્થિતિ હેતુત્વ, ૧૧ અવગાહન હેતુત્વ, ૧૨ વર્ણ ના હેતુત્વ, ૧૩ ચેતનત્વ, ૧૪ અચેતનત્વ, ૧૫ મૂર્તાવ અને ૧૬ અ મૂર્તત્વ એ સેળ દ્રવ્યના વિશેષ ગુણ કહેવાય છે. તેઓમાં જ્ઞાન, દર્શ ન, સુખ, વીર્ય, ચેતનત્ય અને અમૂર્તએ છ ગુણ જીવના છે. સ્પ શં, રસ, ગંધ,વર્ણ, અચેતત્વ અને મૂર્તવ–એ છ ગુણ પુદ્ગલના છે. ગતિ હેતુત્વ, અચેતનત્વ અને અમૂર્ત-એ ત્રણ ગુણ ધમસ્તિ કાયના છે. સ્થિતિ હેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તવએ ત્રણ ગુણ અધર્માસ્તિ કાયના છે. અવગાહન હેતુત્વ, અચેતનત્વ અને અમૂતંત્વ- એ ત્રણ ગુણ આકાશસ્તિ કાયના છે. વર્તન હેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ત્રણ ગુણ કાળના છે. તે સેળ ગુણમાં જે છેલ્લા ચાર ગુણ છે, તે સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય ગુણ અને વિજાતિની અપેક્ષાએ વિશેષ ગુણ થાય છે. | નયચંદ્ર હર્ષસહિત બે –“મહાનુભાવ, સૂરિવર્ય, આપની વાણીથી મારા હૃદયમાં પ્રકાશ પડતે જાય છે અને શંકારૂપ અંધકાર દૂર થતું જાય છે. ભગવાન , હવે સાતનયનું સ્વરૂપ ક્યારે સમજાવશે? મને તે જાણવાની ઘણી ઇચ્છા છે. આપની અમૃતમય વાણી સાંભળવાને હૃદય અતિ આતુર થયા કરે છે.
સૂરિવરે સાનંદવદને જણાવ્યું, “શ્રાવકજી, તમે હજુ માત્ર દ્રવ્ય અને તેના સામાન્ય અને વિશેષ ગુણ જાણ્યાં છે, પણ હજુ એક બાબત જાણવાની છે, તે જાણ્યાં પછી સાતનયનું સ્વરૂપ હેલાઈથી તમારા જાણવામાં આવી શકશે. નયચંદ્ર-મહારાજ, તે કઈ બાબત જાણવાની બાકી છે? તે કહે.
આનદરિ-હવે કઈ બાબત જાણવી જોઈએ? એ તમેજ કહે જોઈએ. જો તમે એ બાબત માત્ર નામથી જ કહેશે, તે મને ઘણે સંતોષ થશે.
• નયચંદ્ર-ગુરૂવર્થ, એ બાબત મારા સ્મરણમાં આવતી નથી.