________________
પ૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૯-૧૦ સર્વનો આક્ષેપક એવો તે સ્વભાવ તે માટીના પિંડમાં છે. તેથી તે માટી દ્રવ્યના સ્વભાવથી જ આક્ષિપ્ત કારણોતરો છે. માટે તે માટીમાં અનેક કાર્યો કરવાનો જે એકસ્વભાવ છે તે સ્વભાવમાં જ તે કારણોતરની અપેક્ષા અંતર્ભત છે. તેથી ઘટનિષ્પત્તિ પ્રત્યે કારણાંતરનું પણ વિફલપણું નથી.
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે વ્યવહારનય દ્રવ્યને ઓઘ અને સમુચિત અનેક શક્તિના સ્વભાવવાળો સ્વીકારે છે અને નિશ્ચયનય ઓઘ અને સમુચિતરૂપ શક્તિનો ભેદ કરતું નથી, પરંતુ તે દ્રવ્યમાં એક જ સ્વભાવ છે અને તે એકસ્વભાવ તે તે કાળમાં તે તે કાર્યો કરે છે, તેમ સ્વીકારે છે. તેથી જે દ્રવ્યમાં જેટલાં કાર્યો થયાં અને ભવિષ્યમાં જેટલાં થશે તે સર્વ કાર્યોને કરવાની શક્તિ તે દ્રવ્યમાં છે. આથી જ દરેક જીવોનું તથાભવ્યત્વ જુદું છે. તેથી જે જીવનું જે પ્રકારનું ભવ્યત્વ છે, તે ભવ્યત્વને અનુરૂપ દરેક ભવમાં તે તે કાર્યો કરીને જે કાળમાં જે જીવનું તથાભવ્યત્વ સમ્યકત્વને અનુકૂળ બને છે, ત્યારે સમ્યકત્વની પ્રાપ્તિ કરાવીને જે જે ક્રમથી તે જીવ મોક્ષમાં જાય છે તે સર્વ કાર્યો તે જીવમાં વર્તતા તથાભવ્યત્વ સ્વભાવથી થાય છે અને આ તથાભવ્યત્વ સ્વભાવ જ તે તે દેશકાળમાં તે કાર્યો કરવાના સ્વભાવવાળો છે અને તે તે કાર્યો કરવા માટે અપેક્ષિત કારણોતરના આક્ષેપ કરવાના સ્વભાવવાળો પણ છે.
(૩) શુદ્ધ નિશ્ચયનયનો મતઃ-શુદ્ધ નિશ્ચયનયના મતથી કાર્ય મિથ્યા છે અને શુદ્ધ દ્રવ્યાસ્તિકનયને સ્વીકારનાર આ શુદ્ધ નિશ્ચયનય છે અને શુદ્ધ દ્રવ્યાસ્તિકનયના મતથી દ્રવ્યમાં કોઈ કાર્ય થતું નથી, પરંતુ કાર્ય-કારણની કલ્પનાથી રહિત શુદ્ધ અવિચલિતરૂપ દ્રવ્ય જ છે. પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે યુક્તિ આપે છે કે જે આદિમાં ન હોય અને જે અંતમાં ન હોય તે વર્તમાનમાં પણ ન હોય. એ પ્રકારનું શુદ્ધ નિશ્ચયનયનું વચન છે અને દ્રવ્યમાં વર્તતો કોઈપણ પર્યાય પૂર્વમાં નથી હોતો, વર્તમાનમાં હોય છે અને પછી તે પર્યાય રહેતો નથી. તેથી દ્રવ્યમાં વર્તતો પર્યાય મિથ્યા છે. વાસ્તવિક રીતે ત્રણ કાળમાં એકસ્વરૂપે વર્તતું દ્રવ્ય જ સત્ય છે એમ શુદ્ધ નિશ્ચયનય માને છે. li૨/લા અવતરણિકા:
ઈમ શક્તિરૂપઈં દ્રવ્ય વખાાિઉં, હવઈ વ્યક્તિરૂ૫ ગુણ-પર્યાય વખાણઈ કઈ - અવતારણિકાર્ય :
ઈમ એમ ગાથા-૪થી અત્યારસુધી બતાવ્યું એમ, શક્તિરૂપ દ્રવ્ય વખાણ્યું. હવે વ્યક્તિરૂ૫ ગુણ પર્યાય વખાણે છે – ભાવાર્થ:
ગાથા-૪થી અત્યારસુધી દ્રવ્યનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે પર્યાયની શક્તિરૂપ દ્રવ્ય છે અને તે પર્યાયની શક્તિરૂપ દ્રવ્ય બતાવીને ગાથા-૯માં વ્યવહારનયથી, નિશ્ચયનયથી અને શુદ્ધનિશ્ચયનયથી શક્તિરૂપ દ્રવ્ય કેવું છે તે સ્પષ્ટ કર્યું. હવે શક્તિરૂ૫ દ્રવ્યમાં ગુણપર્યાય અભિવ્યક્ત થાય છે. તેથી વ્યક્તિરૂપ એવાં ગુણપર્યાયને ગાથા-૧૫ સુધી બતાવે છે.