________________
૨૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧ પુદ્ગલદ્રવ્ય છે. વળી, પુદ્ગલદ્રવ્યમાં અવાંતર દ્રવ્યોને સ્પષ્ટ કરે છે. રક્તત્વાદિ ગુણ અને ઘટાદિ પર્યાયનું ભાજન મૃદ્રવ્ય છે. આ મૃદ્રવ્ય આપેક્ષિક દ્રવ્ય છે; કેમ કે પુદ્ગલદ્રવ્યનું મૃદ્રવ્ય પર્યાય છે. આમ છતાં મૃમાંથી ઘટ, રમકડાં આદિ પર્યાયો થાય છે અને મૃદૂદ્રવ્યમાં રક્તત્વ, શ્યામત્વ આદિ ગુણો છે. તે અપેક્ષાએ ૨ક્તત્વાદિ ગુણો અને ઘટાદિ પર્યાયોનું ભાજન મૃદ્રવ્ય છે. તેમાં પણ મૃત્યુ જાતિની અપેક્ષાએ મૃદ્રવ્ય છે.
આ રીતે જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બતાવ્યા પછી આપેક્ષિક એવું મૃદ્રવ્ય બતાવ્યું. તેથી હવે આપેક્ષિક દ્રવ્ય અને આપેક્ષિક પર્યાયનો બોધ કરાવવા અર્થે કહે છે –
પટરૂપ પર્યાયની અપેક્ષાઓ તંતુ દ્રવ્ય છે અર્થાત્ તંતુમાંથી પટ બનેલો હોય ત્યારે તે તંતુ પટપર્યાયનો આધાર છે તેથી તંતુદ્રવ્ય છે. વળી, તંતુ પોતાના અવયવોની અપેક્ષાએ પર્યાય છે; કેમ કે જેમ તંતુમાંથી પટ બને છે, માટે પટપર્યાયનો તંતુ આધાર છે, તેમ તંતુના અવયવોમાંથી તંતુ બને છે માટે તંતુના અવયવોરૂપ દ્રવ્યમાં તંતુ આધેય છે. માટે તંતુ, પોતાના અવયવોની અપેક્ષાએ પર્યાય છે.
અહીં પ્રશ્ન થાય કે, પટપર્યાયની અપેક્ષાએ તંતુને દ્રવ્ય કેમ કહ્યું ? તેની સ્પષ્ટતા કરતાં કહે છે —–પટ અવસ્થામાં તંતુનો ભેદ નથી. માટે તંતુ, પટપર્યાયની અપેક્ષાએ દ્રવ્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પર્યાય હંમેશાં દ્રવ્યથી અભિન્ન હોય છે અને પટ અવસ્થામાં તંતુરૂપ દ્રવ્યનો અભેદ છે. પરંતુ પટ કરતાં તંતુનો ભેદ નથી. માટે તંતુ દ્રવ્ય છે. આથી જ પટ અવસ્થામાં પણ તંતુ પોતાના સ્વરૂપે દેખાય છે.
વળી, તંતુ પોતાના અવયવોની અપેક્ષાએ પર્યાય કેમ છે તેની સ્પષ્ટતા કરતાં કહે છે
તંતુના અવયવોની અવસ્થામાં તંતુનો અન્યત્વરૂપ ભેદ છે. આથી તંતુના અવયવરૂપ રૂ આદિ વિદ્યમાન હોય ત્યારે તેમાં તંતુ દેખાતા નથી. પરંતુ તે તંતુના અવયવોરૂપ રૂમાંથી તંતુ બને ત્યારે જ તંતુ દેખાય છે. તેથી તંતુના અવયવોની અપેક્ષાએ તંતુ પર્યાય છે. આનાથી શું પ્રાપ્ત થયું તે સ્પષ્ટ કરતાં કહે છે
પુદ્ગલસ્કંધમાં દ્રવ્યપર્યાયપણું અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. જેમ માટી આદિ પર્યાયનો આધાર પુદ્ગલદ્રવ્ય છે તે અપેક્ષાએ પુદ્ગલદ્રવ્ય છે અને માટી પર્યાય છે. તેથી પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ માટી પર્યાય છે અને ઘટાદિ પર્યાયની અપેક્ષાએ માટી દ્રવ્ય છે. માટે પુદ્ગલસ્કંધમાં દ્રવ્ય અને પર્યાયપણું નિયત નથી. પરંતુ અપેક્ષાએ છે.
વળી, આત્મદ્રવ્યમાં પણ દ્રવ્યપર્યાયપણું અપેક્ષાએ છે તે સ્પષ્ટ કરતાં કહે છે -
–
આત્મતત્ત્વની વિચારણામાં પણ અપેક્ષાએ આદેશ કરાયેલાં એવાં દેવાદિ દ્રવ્યો સંસારીદ્રવ્યની અપેક્ષાએ પર્યાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે, દેવભવની પ્રથમ અવસ્થા, મધ્યમ અવસ્થા અને અંતિમ અવસ્થારૂપ પર્યાયોનું ભાજન દેવનો જીવ છે. તેથી તે ત્રણે અવસ્થાના આધારરૂપ દેવને આદિષ્ટ દ્રવ્ય કહેવાય છે અને તે આદિષ્ટ એવું દેવદ્રવ્ય સંસારીદ્રવ્યની અપેક્ષાએ પર્યાય બને છે; કેમ કે સંસારી જીવ જ દેવપર્યાય, મનુષ્યપર્યાય, ન૨કપર્યાય અને તિર્યંચપર્યાયનો આધાર છે. તેથી સંસારી જીવદ્રવ્યને ગ્રહણ કરીએ ત્યારે દેવાદિ આદિષ્ટ દ્રવ્ય એ પર્યાય કહેવાય છે.