________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ | ગાથા-૧
ઢાળ-રO
પૂર્વની ઢાળ સાથેનો સંબંધ :
પ્રથમ ઢાળમાં શ્લોક-૧માં ગ્રંથકારશ્રીએ દ્રવ્યાનુયોગનો વિચાર કરવાની પ્રતિજ્ઞા કરેલી અને તે પ્રતિજ્ઞા કરીને દ્રવ્ય, ગુણ અને પર્યાયની વિચારણા કરવા અર્થે પ્રારંભ કરતાં પૂર્વે દ્રવ્યાનુયોગનું મહત્ત્વ અત્યાર સુધી બતાવ્યું. હવે દ્રવ્યાનુયોગની વિચારણાના વિષયરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયના સ્વરૂપને બીજી ઢાળમાં બતાવે છે.
અવતરણિકા -
સૌ પ્રથમ દ્રવ્યનું લક્ષણ બતાવે છે –
ગાથા -
ગુણ-પર્યાયતઘું જે ભાજન, એકરૂપ સિહું કાલિં રે; તેહ દ્રવ્ય નિજ જાતિ કહિઇ, જસ નહી ભેદ વિચાલઇ રે.
જિનવાણી રંગઈ મનિ ધરિV. IN/ચા. ગાથાર્થ :
ગુણ અને પર્યાયનું જે ભાજન ગુણ અને પર્યાયનો જે આધાર, ત્રણે કાળમાં એકરૂપ છે, તે પોતાની જાતિ અપેક્ષાએ=જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય આદિ પોતાની જાતિ અપેક્ષાએ, દ્રવ્ય કહીએ. જસ વિચાલÚ=જે દ્રવ્યની વિચારણામાં, ભેદ નથી=દ્રવ્યમાં ગુણ-પર્યાયનો ભેદ નથી. પરંતુ દ્રવ્યથી ગુણ-પર્યાય અપૃથભૂત છે. જિનવાણી મનમાંહિ રંગથી ધારણ કરવી જોઈએ દ્રવ્ય, ગુણ, પર્યાય વિષયક ભગવાનની જે વાણી છે તેને આદરપૂર્વક મનમાં ધારણ કરવી જોઈએ. ll૨/૧il ટબો -
ગુણ નઈં પર્યાયનું ભાજન કહતાં-સ્થાનક, જે વિહું કાલિ-અતીત અનાગત વર્તમાનકાલિ એકસ્વરૂપ હોઈ. પસિં પર્યાયની પરિ ફિરઈં નહીં, તે દ્રવ્ય કહિઈ. નિજ જાતિ કહતાં પોતાની જાતિ. જિમ-જ્ઞાનાદિક ગુણ-પર્યાયનું ભાજન જીવદ્રવ્ય, રૂપાદિક ગુણપર્યાયનું ભાજન પુગલદ્રવ્ય, રક્તત્વાદિ ઘટાદિ ગુણપર્યાયનું ભાજન મૃદુદ્રવ્ય. તંતુ, પટની અપેક્ષા દ્રવ્ય, તંતુ, અવયવની અપેક્ષાઈ પર્યાય. જે માટઈ પટનઈ વિચાલઈ-પટાવસ્થા મધ્યઈ તંતુનો ભેદ નથી. તંતુ અવયવ અવસ્થા મધ્યઈં અન્યત્વરૂપ ભેદ થઈ. તે માર્શે પુગલસ્કંધમાંહિ દ્રવ્ય-પર્યાયપણું અપેક્ષાઈં જાણવું. આત્મતત્ત્વ વિચાઈ પણિ દેવાદિક આદિષ્ટ-દ્રવ્ય, સંસારિદ્રવ્યની અપેક્ષાઈ પર્યાય થાઈ.