________________
૨૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ / ગાથા-૮-૯ અનુકૂળ અંતરંગ મહાયત્ન સ્વરૂપ છે તે કારણથી ગ્રંથકારશ્રીને પોતાના જીવનમાં બળવાન દ્રવ્યાનુયોગને પ્રાપ્ત કરવાની ઇચ્છા થઈ છે અને બળવાન દ્રવ્યાનુયોગને પ્રાપ્ત કરવા માટે દ્રવ્યાનુયોગના મર્મને બતાવનારા જે ગુરુ છે તેઓને આધીન થઈને ગ્રંથકારશ્રી દ્રવ્યાનુયોગના મર્મને જાણવાનો યત્ન કરે છે. કદાચ તેવા ગુરુ સાક્ષાત્ મળ્યા હોય તો તેમને તે આધીન થાય, ન મળ્યા હોય તો પૂર્વમાં જે દ્રવ્યાનુયોગના મર્મને જાણનારા શ્રી હરિભદ્રસૂરિ આદિ યોગીઓ તેમને દેખાય છે, તેમને આધીન થઈને ગ્રંથકારશ્રી પોતાની મતિકલ્પનાનો પરિહાર કરે છે અને તેમના વચનાનુસાર સમયે સમયે દ્રવ્યાનુયોગના પરમાર્થને જાણવામાં આસક્ત થાય છે અને તે રીતે દ્રવ્યાનુયોગમાં આસક્તિપૂર્વક ગ્રંથકારશ્રી સંયમના વ્યવહારની જે ક્રિયાઓ સાધે છે તે જ ગ્રંથકારશ્રીને સંસારસાગરથી તરવા માટે મોટો આધાર દેખાય છે; કેમ કે ભગવાનના વચનને પરતંત્ર થઈને દ્રવ્યાનુયોગના મર્મને સ્પર્શીને તે દ્રવ્યાનુયોગના બળથી વીતરાગભાવને ઉલ્લસિત કરવાને અનુકૂળ સંયમની ક્રિયા કરીને શાસ્ત્રયોગ સાધવો અતિદુષ્કર છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે તેવી ક્રિયા કરનારા તો સહેલાઈથી સંસારસાગરને તરી શકે છે, પરંતુ તેવી ક્રિયા કરવા માટે અમે સમર્થ નથી તોપણ દ્રવ્યાનુયોગમાં આસક્તિ રાખીને સંયમની ક્રિયાથી અમને ઇચ્છાયોગ પ્રાપ્ત થાય છે માટે અમારા માટે સંસારસાગરથી તરવા અર્થે તે ઇચ્છાયોગ મોટો આધાર છે.
યોગદષ્ટિ સમુચ્ચયમાં બતાવેલ ઇચ્છાયોગનું લક્ષણ અહીં બતાવ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે તત્ત્વના અર્થી જીવે શાસ્ત્રો સાંભળ્યાં હોય અને તેનો બોધ થયો હોય કે ભગવાનનું વચન શુદ્ધ આત્મદ્રવ્યના પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવા અર્થે સર્વ ક્રિયાઓ કરવાનું કહે છે અને તે પ્રકારની ક્રિયાઓ કરવાની ઇચ્છા જે યોગીને થઈ હોય અને દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ બોધને કારણે સંયમની સર્વક્રિયાઓ કઈ રીતે વીતરાગભાવને પ્રગટ કરવાનું કારણ છે તેવો મર્મસ્પર્શી બોધ જે યોગીને થયો હોય તેવા જ્ઞાની પણ શાસ્ત્રને પૂર્ણ પરતંત્ર થઈને સંયમની ક્રિયા દ્વારા અંતરંગ ઉદ્યમ કરી શકતા ન હોય તો તે પ્રમાદી છે અને તેવા પ્રમાદને કારણે તેઓ સંયમની જે ક્રિયાઓ કરતાં હોય તે સર્વ ક્રિયાનો વ્યાપાર શાસ્ત્રની મર્યાદાથી કાંઈક વિકલ હોય તો તે ઇચ્છાયોગ કહેવાય છે. આથી ગ્રંથકારશ્રી પણ દ્રવ્યાનુયોગમાં આસક્તિ રાખીને દ્રવ્યાનુયોગના મર્મને જાણવા માટે ઉદ્યમ દ્વારા શુદ્ધ આત્મદ્રવ્યના પરમાર્થને જાણવામાં અત્યંત યત્નવાળા છે. આમ છતાં પોતે સંયમની જે ક્રિયા વિકલયોગવાળી કરે છે, તે પણ ઇચ્છાયોગરૂપ બને છે. માટે દ્રવ્યાનુયોગની આસક્તિથી કરાયેલી ક્રિયા ગ્રંથકારશ્રીને સંસારસાગરને તરવા માટે મહાન આધારરૂપ છે. I૧/૮ અવતરણિકા :
ઈમ-ઈચ્છાથીગઈં રહી અખ્ત પરઉપકારનઈં અથિ દ્રવ્યાનુગ વિચાર કહું છું, પણિ એતલઈ જ સંતુષ્ટિ ન કરવી. વિર્શષાર્થઈ ગુસ્સેવા ન મૂકવી ઈમ હિતશિક્ષા કહઈ છઈ –
અવતરણિકાર્ય :
એમ ઈચ્છાયોગે રહી પૂર્વ ગાથામાં કહ્યું કે દ્રવ્યાનુયોગમાં આસક્ત અમે સંયમની ક્રિયા કરીએ