________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૬
પણ સદ્ગુરુ વગર સ્વમતિ કલ્પનાથી ભૂલા ફરશો નહીં=સદ્ગુરુનું અવલંબન લઈને દ્રવ્યાનુયોગના અધ્યયનમાં યત્ન કરવો જોઈએ પણ સ્વમતિ પ્રમાણે દ્રવ્યાનુયોગનાં શાસ્ત્રો વાંચીને યથા-તથા અર્થ કરીને ભૂલા ફરશો નહીં. ।।૧/૬।।
૧૫
ભાવાર્થ :- -
દ્રવ્યાનુયોગના સૂત્રાનુસાર પારમાર્થિક બોધથી યોગીઓ યોગમાર્ગના પરમાર્થને તો પ્રાપ્ત કરે છે, પરંતુ શુક્લધ્યાનના પા૨ને પણ પ્રાપ્ત કરે છે અને સર્વ સાધનાનું પ્રયોજન શુક્લધ્યાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષનો પ્રાપ્તિ છે, માટે શુદ્ધ સંયમના આચાર કરતાં દ્રવ્યાનુયોગનું ચિંતવન મોક્ષાર્થી જીવો માટે અત્યંત ઉપાદેય છે.
અહીં પ્રશ્ન થાય કે સંયમની ક્રિયા વગર દ્રવ્યાનુયોગના ચિંતવનથી શુક્લધ્યાન કઈ રીતે પ્રાપ્ત થાય ? તેથી કહે છે
-
આત્મારૂપ દ્રવ્ય, આત્મદ્રવ્યના ગુણ અને આત્મદ્રવ્યના પર્યાયના ભેદની ચિંતાથી શુક્લધ્યાનનો પ્રથમ પાયો પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે સંસારી જીવો શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણતા નથી. તેથી બાહ્ય પદાર્થનું જ્ઞાન કરીને મોહની વૃદ્ધિ કરે છે. અને જે યોગી જિનવચનાનુસાર દ્રવ્યાનુયોગના રહસ્યને પામે છે તે યોગી છએ દ્રવ્યોથી આત્મદ્રવ્ય કઈ રીતે પૃથક્ છે તેનું ચિંતવન શ્રુતના બળથી કરે છે અને છએ દ્રવ્યોથી પૃથભૂત એવાં અરૂપી આત્માને શ્રુતના બળથી જાણે છે અને તેવા શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્મદ્રવ્યના ગુણ અને શુદ્ધઆત્મદ્રવ્યના પર્યાયના સ્વરૂપમાં એકાગ્રતા પામે તો શુક્લધ્યાનનો પ્રથમ પાયો પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી આત્મદ્રવ્ય, આત્મદ્રવ્યના ગુણ અને આત્મદ્રવ્યના પર્યાયના અભેદમાં એકાગ્ર થયેલ તે યોગી શુક્લધ્યાનના બીજા પાયાને પ્રાપ્ત કરે છે.
વળી, શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્મદ્રવ્યના ગુણ અને શુદ્ધ આત્મદ્રવ્યના પર્યાયની ભાવનાથી સિદ્ધની સાથે સમાપત્તિ થાય છે, જે શુક્લધ્યાનનું ફળ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે શુક્લધ્યાનનો પ્રથમ પાયો ક્ષપકશ્રેણીમાં પ્રાપ્ત થાય છે અને બીજો પાયો ક્ષપકશ્રેણીના બારમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે, જે કેવળજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે. વળી, જેઓ ક્ષપકશ્રેણીને પામ્યા નથી તેના પૂર્વે શુદ્ધ દ્રવ્ય,ગુણ, પર્યાયની ભાવના કરે છે, તે ભાવનામાં એકાગ્રતા આવે તો શુક્લધ્યાન પ્રગટે છે અને તે શુક્લધ્યાનના ફળરૂપ સિદ્ધની સાથે સમાપત્તિ=સિદ્ધના આત્માની સાથે તન્મયતાની પ્રાપ્તિ થાય છે અને આ પ્રકારની સિદ્ધની સાથેની સમાપત્તિ ક્ષપકશ્રેણીની પ્રાપ્તિમાં પ્રબળ કારણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ પૂર્વે પણ જ્ઞાનયોગી પુરુષો શુદ્ધ દ્રવ્યગુણપર્યાયની ભાવના દ્વારા સિદ્ધની સાથે સમાપત્તિ કરી શકે છે. માટે પણ બાહ્યયોગ કરતાં દ્રવ્યાનુયોગ અધિક છે અને શુક્લધ્યાનના બે પાયાની પ્રાપ્તિનું કારણ છે. માટે પણ બાહ્યયોગ કરતાં દ્રવ્યાનુયોગ અધિક છે.
વળી, પ્રવચનસારમાં કહ્યું તેથી પણ એ ફલિત થાય કે અરિહંત શુદ્ધ આત્મદ્રવ્યસ્વરૂપ છે અને તેવા